‘બિગ બૉસ’માં દેખાશે આ મૉડલ, કોણ છે તે જાણવા ફેન્સ આતુર

‘બિગ બૉસ’ની નવી સિઝનની જાહેરાત થઈ ગઈ છે અને તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ શૉના ફેન્સ એ જાણવા માટે આતુર બની રહ્યા છે કે આ વખતે બિગ બૉસમાં કયા ચહેરા દેખાશે.

જો કે આ વખતે ‘બિગ બૉસ’ એક નવી પૉલિસી અપનાવી રહ્યું છે. શૉ દ્વારા સ્પર્ધકોના નામ સીધી રીતે કહી દેવાના બદલે તેમના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ્સ મૂકવામાં આવી રહ્યા છે, અને તેમને ઓળખવા માટે ફેન્સને કહેવામાં આવી રહ્યું છે.

શૉની ચેનલ દ્વારા એક પહેલો ફોટોગ્રાફ શેર કરવામાં આવ્યો છે, જેમાંથી એક તસવીર તુર્કિશ મૉડલ હલીમા મતલૂબની છે. જાણવા મળી રહ્યું છે કે હલીમાએ આ શૉ માટે હા કહી દીધી છે અને બીજી તસવીર યુ ટ્યૂબ સેન્સેશન અને કૉમેડી સ્ટાર હર્ષ બેનીવાલની છે.

You might also like