મહારાષ્ટ્રની આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી

વ્યસ્ત લાઇફસ્ટાઇલથી થોડોક સમય નિકાળીને લોકો પોતાના મિત્રો અને ફેમિલી સાથે ક્યાંય ફરવા જવાનો પ્લાન કરે છે. આજે અમે તમને એક એવી જગ્યા માટે કહેવા જઇ રહ્યા છીએ, જ્યાં બધો જ થાક દૂર થઇ જાય છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં મહાબળએશ્વર એક જાણીતું હિલ સ્ટેશન છે. આ જગ્યાને દુનિયાની સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંથી એક છે.

mahabaleshwar-2

અહીંયા ટૂરિસ્ટો ગરમીની સિઝનમાં આવવાનું પસંદ કરે છે. મહાબળેશ્વરનો અર્થ ગોડ ઓફ ગ્રેટ પાવર. 4,450 ફીટની ઊંચાઇ પર વસેલું આ શહેર 150 વર્ગ કિમીના ક્ષેત્રમાં ફેલાયલુ છે. અહીંયા હરવા ફરવા માટે ઘણા જગ્યાઓ છે. અહીંની ઘાટીઓ, જંગલ, ઝરણાં અને ઝીલોથી બધો જ થાક દૂર થઇ જાય છે. અહીંના એલિફન્ટ પોઇન્ટ્સ, માર્જોરી પોઇન્ટ, કેસલ રોક, ફોકલેન્જ પોઇન્ટ વગેરે જોવાલાયક સ્થળો છે. મહાબળેશ્વરમાં ઘણા પ્રાચીન મંદિરો પણ છે.

malabaleshwar-3

કોઇ પણ સિઝનમાં તમે અહીંની મુલાકાત લઇ શકો છો. વિમાન, રેલ્વે અને કારથી પણ તમે અહીં આવી શકો છો. બધા હિલ સ્ટેશનોમાંથી લોકો અહીં આવવાનું પસંદ કરે છે. અહીંયા આવીને ડ્રાઇવ કરવાની એક અલગ જ મજા છે. અહીંની ખૂબસુરતીઓ પોતાની તરફ આકર્ષિત કરે છે.

http://sambhaavnews.com/

You might also like