એક જ દીવસમાં ફરી શકો છો ભારતનું આ HILL-STATION

આજકાલ લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે ફરવા માટે એમની પાસે સમય હોતો નથી. કોઇ પણ જગ્યા પર 5 થી 6 દિવસ ઘરની બહાર જવા પર ધંધા પર પણ અસર પડે છે. તમે કોઇ હિલ સ્ટેશન પર ફરવા માટે જવા ઇચ્છો છો અને એડવેન્ચરનો પણ શોખ છે તો સાઉથ ઇન્ડિયાના મદિકેરી હિલસ્ટેશન તમારે માટે બેસ્ટ છે. તમે આ જગ્યા એક જ દિવસમાં જોઇ શકો છો.

પ્રાકૃતિક નજારો, સુંદર પહાડીઓ અને સિઝન માટે જાણીતી આ જગ્યા દરેક લોકોનું મન પોતાની તરફ આકર્ષિત કરે છે. મદિકેરી દરિયાકિનારીથી 1525 મીટરની ઊંચાઇ પર વસેલું છે. અહીંના સુંદર બગીચા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે.

અહીંનુ વીરભદ્ર મંદિર ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર છે અહીંયા પહેલા એક કિલ્લો હતો અને આ મંદિર કિલ્લામાં જ બનેલું છે, જેને અંગ્રેજોએ તોડીને ચર્ચ બનાવી લીધી હતી. હવે આ ચર્ચની જગ્યા પર એક સંગ્રહાલય બનેલું છે અને લોકો આ મંદિરને જોવા માટે આવે છે. આ હિલ સ્ટેશનનો નજારો ખૂબ જ સુંદર છે. ઓછા સમયમાં સુંદર જગ્યા ફરવા માટે આ હિલ સ્ટેશન બેસ્ટ છે.

http://sambhaavnews.com/

You might also like