આ છે દુનિયાનો સૌથી નાનો મોબાઇલ, નામ છે Beat the Boss

અમે તમને અહીંયા દુનિયાના સૌથી નાના મોબાઇલ માટે કહેવા જઇ રહ્યા છીએ. આ ફોન મેટલનો બનેલો છે. રીચેન સાઇઝનો આ ફોન અમેઝન પર ઉપલબ્ધ છે. આ ફોનને j8 Beat the Boss phone નામ આપવામાં આવ્યું છે. એની કિંમત માત્ર 1800 રૂપિયા જ છે.

આ ફોન ત્રણ પ્રકારથી કામ કરે છે. આ બ્લૂટૂથ ડાયલર, બ્લૂટૂથ ઇયરફોન અને મિની ઇન્ડિપેન્ડેન્ટ સેલફોનનું કામ કરે છે. એટલે કે તમે એનો ઉપયોગ 3 પ્રકારે કરી શકો છો. એની કી ડાયલર સોફ્ટ અને ડ્યૂરેબલ છે એની ઉપર સિલીકોન કેપ આપવામાં આવી છે. એનાથી સરળતાથી નંબર ડાયલ કરવાની સાથે મેસેજ સેન્ડ કરી શકો છો.

આ ફોનનું વેટ 19 ગ્રામ છે. એની ડિઝાઇન લક્ઝરી છે. બ્લૂટૂથ હોવાને કારણે આ ફોન પર વાત કરતી વખતે એની સાથે બીજા કામ પણ કરી શકો છો. આ ડિવાઇસમાં બેઝિક ફોનના દરેક ફંક્શન છે. એની સરફેસ સોફ્ટ હોવાની સાથે એની ગ્રીપ કમ્ફર્ટેબલ છે.

ફોન એન્ટી ડર્ટ અને એન્ટી સ્ક્રેચ છે. એમાં બેકલાઇટ ડિસપ્લે આપવામાં આવી છે. અંધારામાં પણ આ ફોનમાં સારું ક્લિયરન્સ જોઇ શકાય છે. આ સરળતાથી કોઇ પમ ટેબ્લેટ પર ફીટ થઇ જાય છે.

એને ઓપરેટ કરવો ખૂબ જ સરળ છે. આ કન્વિનિયન્ટ છે. આ ફોન બુક સપોર્ટ કરે છે. એનાથી તમે કોલ રેકોર્ડ કરવાની સાથે ગીતો પણ સાંભળી શકે છે. એમાં માઇક, અલાર્મ અને ઘડીયાળ પણ આપવામાં આવી છે.

home

You might also like