બીટ મસાલા ઢોસા

સામગ્રીઃ બે કપ ચોખા, એક કપ અડદની દાળ, એક મોટો ચમચો ચણાનો લોટ, એક ચમચી ગરમ મસાલો, એક મોટું છીણેલું બીટ, એક નાની ચમચી બારીક સમારેલાં લીલાં મરચાં, કોથમીર સ્વાદ અનુસાર, એક કપ બારીક સુધારેલી ડુંગળી, એક કપ બારીક પનીર, મીઠું સ્વાદ અનુસાર, તેલ જરૂર પ્રમાણે

રીતઃ અડદની દાળ અને ચોખાને સાત કલાક સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યાર બાદ તેને બારીક પીસી લેવા અને સાથે ચણાનો લોટ પણ મિક્સ કરી લેવો. તેમાં મીઠું ભેળવી ત્રણ-ચાર કલાક મિશ્રણ રહેવા દેવું. સ્ટફિંગ માટે ડુંગળી, પનીર, મરચાં, કોથમીર, મીઠું અને ગરમ મસાલો મિક્સ કરી દેવો.

ઢોસા ઉતારવાના હોય તે પહેલાં જ મિશ્રણમાં બીટનું છીણ પણ ઉમેરવું. નોનસ્ટિક પૅનમાં પાણીનાં છાંટા મારી ધીમી ગેસની આંચ પર મિશ્રણને ઢોસા માટે પાતળું ફેલાવવું. એક તરફનું પડ શેકાય એટલે તેમાં વચ્ચે તૈયાર સ્ટફિંગ ભરવું. પછી તેને શેકવાની સાથે જ ગેસ બંધ કરવો અથવા ગેસ પરથી ઉતારી લેવો. બીટ મસાલા ઢોસા તૈયાર છે. તેને તેલ, મેથી મસાલા કે ગ્રીન ચટણી, કોકોનટ ચટણી સાથે સર્વ કરી શકાય.

You might also like