દાઢી રાખનારા પુરૂષો હોય છે બિમારીનું ઘરઃ સ્ત્રીઓ પ્રત્યે રાખે છે દુર્ભાવના

નવી દિલ્હી : ભારત અને અમેરિકામાં કરવામાં આવેલા બે અલગ અલગ સંશોધનનાં પરિણામો ચોકવાનારા આવ્યા છે. ભારત અને અમેરિકામાં દાઢીધારી પુરૂષો અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસનાં આધારે જાણવા મળ્યું કે દાઢી રાખનારા પુરૂષો મહિલાઓ પ્રત્યે સારી વિચારસરણ નથી રાખતા. ઉપરાંત સંબંધો નિભાવવામાં પણ તે છળ કરે છે. તેઓ ઝગડાળુ સ્વભાવનાં હોય છે અને તેમનામાં ચોરીની પણ આદત હોય છે.

ક્વેલ્ટિરક્સનાં સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે ક્લીન શેવ્ડ લોકોની તુલનાએ દાઢી રાખનારા 86 ટકા ભારતીયોમાં 65 ટકા અમેરિકનની વિચારસરણી મહિલાઓ પ્રત્યે સ્પષ્ટરીતે નકારાત્મક રહી હતી. આ સર્વેક્ષણનાં આધારે જાણવા મળ્યું કે દાઢી અને મહિલા પ્રત્યેનાં નકારાત્મક વલણ વચ્ચે કોઇ કનેક્શન જરૂર છે. જો કે આવું કેમ તે નથી જણાવાયું.ઇવા દ્વારા કરવામાં આવેલા એક અન્ય અભ્યાસમાં જોવા મળ્યું કે દાઢી રાખનારા 47 ટકા લોકોએ પોતાનાં પાર્ટનરની સાથે દગાબાજી કરી છે. તેની તુલનાએ ક્લિનશેવ્ડ લોકોમાં માત્ર 20 ટકા લોકોએ જ પોતાની પત્ની સાથે છેતરપીંડી કરી છે.

તેવી જ રીતે પોતાની પત્ની સાથે ઝગડાની બાબતમાં માત્ર 19 ટકા ક્લિન શેવ્ડ પુરૂષો જ ઝગડો કરવા તૈયાર હોય છે જ્યારે 45 ટકા દાઢી વાળા પુરૂષો ઝગડવાનું વલણ રાખતા હોય છે. આ અભ્યાસમાં જોવા મળ્યું કે ક્લીન શેવ્ડ 17 ટકા લોકોએ કહ્યું કે તેમણે ક્યારે તો કોઇ વસ્તુ ચોરી જ છે જ્યારે દાઢી રાખનારા લોકોમાં 45 ટકા લોકોએ આવું કર્યું હોવાની વાત સ્વિકારી છે. ઓનલાઇન સર્વેક્ષણ સોફ્ટવેર પ્રોવાઇડર ક્વૈલ્ટિરક્સે ભારત અને અમેરિકામાં 18થી 72 વર્ષનાં 500 લોકોને પસંદ કર્યા. જે લોકો સામાન્યથી માંડીને મોટી દાઢી રાખતા હતા. તેઓને મહિલાઓ અને પુરૂષોનાં સંબંધો અને વિવિધ પરિસ્થિતીઓ અંગે સવાલ પુછવામાં આવ્યા હતા. એક અન્ય સર્વેક્ષણ વીડિયો નેટવર્ક ઇવા એન્ડ સેસસવાઇડે આ સર્વેક્ષણ બે હજાર લોકો વચ્ચે કર્યું હતું.

જો તમે દાઢી રાખતા હો તો ગમે તેટલી સાફસફાઇનો દાવો કરો પરંતુ એક પ્રકારે તે બિમારીનું ઘર જ છે. બર્મિઘમ ટ્રાઇકોલોજી સેન્ટરનાં કન્સલ્ટન્ટ કૈરોલ વાકરનું કહેવું છે કે દાઢી રાખનારા લોકોમાં સ્કીન ઇન્ફેક્શન થાય છે. જેનાં કારણે તેઓ બિમાર જ રહે છે. તેઓ તો બિમાર રહે જ છે પરંતુ તેમનાં સંપર્કમાં રહેનારા લોકો પણ બિમાર રહે છે. નાક નાક અને મોઢાની આસપાસનાં વિસ્તારમાં દાઢી બેક્ટેરિયાને ખદબદવા માટેની જગ્યા પુરી પાડે છે. જે લોકોને દાઢી પર હાથ ફેરવવાની આદત હોય છે તેઓ મોટા પ્રમાણમાં બિમારી ફેલાવે છે.

You might also like