રીંછ ‘પમીર’ની ભવિષ્યવાણીઃ આજની મેચ બેલ્જિયમ જીતશે

મોસ્કોઃ ફિફાની પ્રથમ સેમિફાઇનલ પહેલાં આ સમાચાર ફ્રાંસ ફૂટબોલ ટીમ અને તેના ચાહકો માટે દિલ તોડનારા છે. વર્લ્ડકપની સેમિફાઇનલ પહેલાં એક ખાસ રીંછે પોતાનો દાવ બેલ્જિયમ પર લગાવ્યો છે. મેચ પહેલાં ૧૧ વર્ષીય આ સફેદ રીંછ ‘પામીર’એ ભવિષ્યવાણી કરતાં દેખાડ્યું છે કે બાજી બેલ્જિયમના પક્ષમાં જશે.

આના માટે બે સફેદ રંગના અલગ અલગ પ્લાસ્કમાં એક પર ફ્રાંસનો અને બીજા પર બેલ્જિયમનો ઝંડો લગાવીને તેમાંથી આ રીંછને કોઈ પણ એક ઝંડો પસંદ કરવા માટે કહેવાયું હતું અને ‘પમીર’એ બેલ્જિયમનો ઝંડો પસંદ કર્યો હતો. જોઈએ હવે આ રીંછ ‘પમીર’ ભવિષ્યવાણી કેવીક સાચી પડે છે.

You might also like