દાંતામાં વહેલી સવારે બચ્ચા સાથે આવેલા રીંછે વૃદ્ધ પર કર્યો હૂમલો

પાલનપુર : દાંતમાં રીંઝનાં હૂમલાનાં બનાવો બની રહ્યા છે. આજથી અંદાજે પાંચ – છ માસ અગાઉ પણ રીંછે હૂમલો કરી ત્રણને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે સોમવારે વહેલી સવારે દાંતા તાલુકાનાં વિજલાસણમાં જોરાપુરાનાં એક આધેડ વહેલી સવારે કુદરતી હાજતે ગયા હતા. ત્યાં અચાનક ચબે બચ્ચા સાથે આવી ચડેલા રીંછે તેમનાં ઉપર હૂલો કરી તેમનું માથુ ફાડી નાખ્યું હતું.

ગંભીર રીતે ઘાયલ આધેડને સારવાર માટે દાંતા રેરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી પાલનપુર લવાયા હતા. મળતી માહિતી અનુસાર જોરાપુરનાં હઠીસિંહ રણછોડસિંહ ચૌહાણ સોમવારે સવારે છ વાગ્યે જંગલ વિસ્તારમાં કુદરતી હાજરે ગયા હતા. ત્યારે અચાનક બે બચ્ચા સાથે આવી ચડેલા રીંછે તેમના પર હૂમલો કરી દીધો હતો.

હઠીસિંહનું માથુ ફાડ્યું હતું. પગે, શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. રીંછના બંન્ને બચ્ચાઓ જો કે ગભરાઇને ભાગ્યા હતા. જેની પાછળ રીંછ પણ ભાગ્યું હતું. જેથી સમય મળી જતા વૃદ્ધ ભાગીને ગામ તરફ આવી ગયા હતા.

You might also like