બનાસકાંઠામાં રીંછે ચાર ફોરેસ્ટર પર કર્યો હૂમલો : 2નાં મોત

અમદાવાદ : બનાસકાંઠામાં આજે ફરી એક વાર રીછે હુમલો કરતા ચકચાર મચી છે. દાંતાના ખાપરા ગામે ફોરેસ્ટરની ટીમ રીંછને પકડવા ગઇ હતી તે દરમિયાન રીછે હુમલો કરતા બે ફોરેસ્ટર ગંભીર રીતે ઘવાયા. ઘાયલ થયેલા 2 ફોરેસ્ટરને હાલ તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે દાંતા તાલુકાના ખાપરા ગામે રીંછના ભયાનક હુમલામાં બે લોકો મોતને ભેટયા હતા. જ્યારે અન્ય લોકો પર પણ રીંછે હુમલો કરતા સારવાર અર્થે ખસેડયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગામડાઓમાં રીંછ માનવભક્ષી બન્યું હોવાનું લોકોમાં વાત વહેતી થતા લોકોમાં ગભરાટનો માહોલ છે. તેમાં ફોરેસ્ટ વિભાગ રિંછને પકડવા માટે ગયું ત્યારે તેમનાં પર જ રિંછે હૂમલો કર્યો જેનાં કારણે હાલ સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે.

You might also like