મૂંગ સૂપ વીથ પનીર

સામગ્રી :
1/3 કપ આખા મગ ,
2 ચમચી ખમણેલું લો ફેટ પનીર
1 ચમચી જીરું
1/2 ચમચી રાઈ
1/4 ચમચી હિંગ
1/2 ચમચી સમારેલા લીલા મરચા
4-5 પાન મીઠો લીમડો (curry leaves)
1 ચમચી લીંબુ નો રસ
2 ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
સજાવવા માટે: 2 ચમચી સમારેલી કોથમીર
રીત : મગ ને ધોઈ ને થોડા કલાક પાણી માં પલાળી રાખ્યા પછી પાણી કાઢી લો .તેમાં 3 કપ પાણી નાખી પ્રેશર કુકર માં માગ રંધાઈ જાય ત્યાં સુધી રાંધી બાજુ પર મુકો . એક નોન-સ્ટીક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું અને રાઈ નાખી જયારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં હિંગ ,લીલા મરચા અને લીમડો નાખી થોડીવાર સાંતળી લો . તેમાં માગ, લીંબુ નો રસ, પનીર , મીઠું અને 1 કપ પાણી નાખો . ધીમા તાપે 4 થી 5 મિનીટ ઉકલી લો . કોથમીર વડે સજાવી ને ગરમ ગરમ પીરસો .

You might also like