લાંબા કલાકો સુધી ચેટિંગ કરવાથી કરોડના મણકા ઘસાઈ જાય

અાજકાલ સ્માર્ટફોન વગર એક પણ િદવસ ચલાવવું શક્ય નથી. જો કે તેનો વધુ પડતો ઉપયોગ શરીરને હાની પહોંચાડી શકે છે. ખાસ કરીને સ્માર્ટફોન પર લાંબા સમય સુધી ટેક્સ મેસેજ ટાઈપ કરતા રહેવાથી કમરનો પ્રોબ્લેમ થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે સ્માર્ટફોનની સ્ક્રિન અત્યંત સોફ્ટ હોવાથી સોફ્ટ હાથે ટાઈપિંગ કરવું પડે છે.

અા માટે બંને હાથનો ઉપયોગ થાય છે. ગરદન સતત નીચેની તરફ ઝુકેલી રહે છે. સ્પાઈન નિષ્ણાતોએ નોંધ્યું કે સ્માર્ટફોનમાં ટાઈપ કરવા માટે સામાન્ય રીતે લોકોની ઉપરની કરોડ ૧૫ ડિગ્રી જેટલી અાગળની તરફ ઝુકેલી રહે છે. તેના લીધે બોડીનું વજન કરોડરજૂના ગરદન અને પાસળી પાસેના મણકા પર વધુ અાવે છે. દિવસમાં બે કલાક અા રીતે ગાળવામાં અાવે તો કમરને ૭૦૦ કલાકનો ઓવરલોડ પડે છે.

You might also like