‘અાઈ એમ ધ બેસ્ટ’ બોલતા રહો

કોઈ કામ શરૂ કરતાં પહેલાં જ એ અઘરું અને અશક્ય લાગે છે? જો એવું હોય તો જાતને હકારાત્મક બનાવવા કહો કે હું જરૂર અા કામ સારી રીતે કરી શકીશ. અાવું પોઝિટિવ વલણ હકીકતમાં તમારું પર્ફોર્મન્સ સુધારી શકે છે. બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે કે જે લોકો પોતાની જાત સાથે વાત કરી શકે અને પોતાને જ કહેતા હોય કે હું મારા જ બેસ્ટ પર્ફોર્મન્સ કરતાં વધુ સારું કરીશ તેઓ હકીકતમાં તેમના નેક્સ્ટ કામમાં સુધારો કરી શકે છે. એ પછી ગેમમાં સ્કોર કરવાની વાત હોય, કામમાં ઝડપ વધારવાની વાત હોયકે કામની ક્વોલિટી સુધારવાની વાત હોય. પોતાની જાતને બૂસ્ટ કરવા માટે પોતાની સાથે જ જે વ્યક્તિ વાતચીત કરે છે અને પોતાને પ્રોત્સાહન અાપે છે તે પોતાના છેલ્લા પર્ફોર્મન્સ કરતાં નેક્સ્ટ કામમાં વધુ સારું પર્ફોર્મ કરી શકે છે.

You might also like