પ.બંગાળમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ સામસામે : મમતાને મુશ્કેલીમાં વધારો

કોલકાતા : પશ્ચિમ બંગાળના 19 ટોલ પ્લાજા પર સૈનિકોને ફરજંદ કરવાના મુદ્દે મમતા સરકારની સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે સેનાએ 72 કલાકનો પોતાનો નિયમિત અભ્યાસ પુરો કરીને સૈનિકોને પરત બોલાવી લીધા છે. સૈનિકોએ ટોલ પ્લાઝા પર વાહનોના આંકડાઓનો સંગ્રહ કર્યા બાદ પોતાના બેરેકમાં પરત ફરી ગયા હતા, પરંતુ આ મુદ્દે તૃણમુલ કોંગ્રેસનું રાજકારણ ચાલી રહ્યું છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન મોદી તથા બેનર્જી અને સૈન્ય બાદ હવે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ આ વિવાદમાં ઝુંકાવ્યું છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી જેવા પદ પર બેઠેલી વ્યક્તિએ આરોપ લગાવતા પહેલા વિચારી લેવું જોઇએ. સમગ્ર મુદ્દો શું છે તે અંગે યોગ્ય તપાસ કર્યા બાદ જ આરોપ લગાવવા જોઇએ. ભારતીય સૈન્ય પર ગમે તેવા આરોપો લગાવી તેને બદનામ કરવાનો પ્રયાસ ન કરવામાં આવવો જોઇએ.

જો કે મમતા બેનર્જીએ હવે રાજ્યપાલને ઝપટે ચડાવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યપાલ કેન્દ્ર સરકારની ભાષા બોલી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકારનાં ઇશારે આ પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે.

એક અન્ય પાલસિટમાં તૃણમુલની મહિલા મોર્ચાએ વિરોધ પ્રદર્શન કર્યુ તો બીજી તરફ તૃણમુલ નેતા તથા મંત્રી શનિવારે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને મળ્યા અને તેમનેઆવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃતણુલ પ્રમુખ મમતા બેનર્જીએ સેનાના આ અભ્યાસ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ વિરોધમાં 30 કલાક સુધી રાજ્ય સચિવાલય ખાતે પોતાની ઓફીસમાં બેસી રહ્યા હતા. તેમણે પશ્ચિમ બંગાળમાં તખતાપલટના પ્રયાસનો પણ આરોપ લગાવ્યો હતો.

You might also like