મોદી સરકારે કર્યો મહત્વનો નિર્ણય, હવે UPSC પાસ કર્યા વગર પણ બની શકશો સરકારી અધિકારી

ન્યૂ દિલ્હીઃ મોદી સરકારે ટોચનાં ઓફિસર બનવા અંગેનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય કર્યો છે. UPSCની પરીક્ષા પાસ કર્યા વગર હવે સરકારી અધિકારી બની શકાશે. UPSCની પરીક્ષા આપ્યાં વગર પણ હવે તમે ટોચનાં અધિકારી બની શકાશો. ખાનગી કંપનીનાં કર્મચારીઓ પણ સરકારી અધિકારી બની શકશે. કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રી માટે વટહુકમ જાહેર કર્યો છે.

મહત્વનું છે કે પ્રાઈવેટ કંપનીમાં કામ કરનારા સિનિયર અધિકારીઓ પણ હવે સરકારનો ભાગ બની શકશે. સરકાર તરફથી લાંબા સમયથી પડતર એવા લેટરલ એન્ટ્રીની ઔપચારીક અધિસૂચના બહાર પાડવામાં આવી છે.

સરકારનાં 10 વિભાગો માટે જોઇન્ટ સેક્રેટરી માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે. નિયુક્ત થનાર જોઇન્ટ સેક્રેટરીનો કાર્યકાળ 3-5 વર્ષનો રહેશે. સરકારમાં સીધાં જ જોઈન્ટ સેક્રેટરી બનવા માટેની લઘુતમ ઉંમર 40 વર્ષની રહેશે. ખાનગી કંપની, યુનિવર્સિટી કે કોઈ સંસ્થામાં 15 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

રવિવારનાં રોજ આજનાં દિવસે આ પદોની નિમણૂંક માટે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) માટે વિસ્તારપૂર્વકની એક ગાઈડલાઇન્સ સાથે એક અધિસૂચના બહાર પડાઇ છે. સાથે સાથે સરકાર હવે સર્વિસનાં નિયમોમાં પણ ફેરફાર કરશે. PM મોદી બ્યૂરોક્રેસીમાં લેટરલ એન્ટ્રીનાં શરૂઆતથી જ હિમાયતી રહ્યાં છે.
આનો સમય 3 વર્ષનો હશે પરંતુ જો સારૂ પ્રદર્શન કરવામાં આવશે તો 5 વર્ષને માટે આની નિયુક્તિ કરવામાં આવશે.

આ પદો પર અરજી કરવા માટે વધારેમાં વધારે ઉંમરની સીમા નક્કી કરવામાં નથી આવી. જ્યારે ઓછામાં ઓછી ઉંમર 40 વર્ષની છે. તેઓનું વેતન કેન્દ્ર સરકાર અંતર્ગત જોઇન્ટ સેક્રેટરીવાળું હશે. સારી સુવિધા તેને અનુરૂપ જ મળશે.

આને સર્વિસ રૂલની જેમ કામ કરવું પડશે અને બીજી અન્ય સુવિધાઓ પણ તેને અનુરૂપ જ મળશે. તમને જણાવી દઇએ કે કોઇ પણ મંત્રાલય અથવા વિભાગમાં જોઇન્ટ સેક્રેટરીનું પદ વધારે મહત્વનું હોય છે અને તમામ મોટી નીતિઓને અંતિમ રૂપ આપવા માટે અથવા તો તેનાં અમલમાં આનું મહત્વનું યોગદાન હોય છે.

પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરનારાઓને પણ તક:
DoPT તરફથી જાહેર કરવામાં આવેલી અધિસૂચના મુજબ લેટરલ એન્ટ્રીનાં ઉમેદવારોની મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી પદ પર નિમણૂંક પામશે. તેમનો કાર્યકાળ માત્ર 3 વર્ષનો જ રહેશે અને જો પ્રદર્શન સારૂ રહેશે તો તેને વધારીને 5 વર્ષ કરી દેવામાં આવશે.

આ પદો માટે વધારેમાં વધારે ઉંમર નક્કી કરવામાં આવી નથી જ્યારે ઓછામાં ઓછી ઉંમર 40 વર્ષ રહેશે. તેમનું વેતન કેન્દ્ર સરકારને અંતર્ગત જોઈન્ટ સેક્રેટરી હોદ્દા અનુસાર જ રહેશે. તમામ સુવિધાઓ પણ તે અનુરૂપ જ મળશે. તેમને સિવિલ સર્વિસનાં નિયમો અનુસાર જ કામ કરવાનું રહેશે.

You might also like