હોટલમાં રૂમ બુક કરતાં પહેલાં રાખો આટલું ધ્યાન

શહેરથી બહાર ક્યાં ફરવા ગયા હોઇ ત્યારે સ્ટે કરવા માટે હોટલની જરૂર પડે છે. પરંતુ હોટલનો રૂમ બુક કરતી વખતે આપણે ઘણી ભૂલો કરતા હોઇએ છીએ. જેનો ખ્યાલ આપણને પાછળથી આવે પણ છે. તેથી જ હોટલનો રૂમ બુક કરાવતા પહેલાં કેટલીક એવી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ કે જેનાથી હોટલના સ્ટાફ દ્વારા થતી છેતરપીડીથી બચી શકાય.

  • આજે ટૂરિઝમના વધી રહેલા પ્રમાણેને કારણે શહેર હોય કે ટાઉન હોય દરેક જગ્યાએ નાની મોટી હોટલો ઉપલબ્ધ હોય જ છે. પરંતુ નાની હોટલો શહેરના મેઇન લોકેશનમાં ભાગ્યે જ હોય છે અને હોય તો પણ ક્યાંક નાની ગલીમાં હોય છે. તેથી જ હોટલ બુક કરતી વખતે તેનું લોકેશન ચોક્કસથી ચેક કરવું જોઇએ. જ્યાંથી પબ્લિક ટ્રાન્સપોટેશન સરળતાથી મળી રહે તેવી હોટલ પર જ પસંદગી ઉતારવી.
  • આજકાલ દરેક હોટલ ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે અને ઓનલાઇન બુકિંગ પણ કરે છે અને હોટલના રિવ્યુ પણ ઇન્ટરનેટ પર હોય છે. તેથી જ હોટલમાં રૂમબુક કરતાં પહેલાં લોકોના રિવ્યુ ચોક્કસથી જાણી લેવા જોઇએ. હોટલની સર્વિસ સહિતની તમામ બાબતો ચકાસી લેવી જોઇએ.
  • ઘણી વખત પોતાની ગાડીમાં જ ટ્રાવેલિંગ કરી રહ્યાં હોવ તો હોટલના રૂમની સાથે તમારી ગાડીના પાર્કિંગ અંગે પણ વિચારવું જોઇએ. પાર્કિગમાં તમારી ગાડી સુરક્ષીત રહેશે કે નહીં તે ચકાસી લેવું જોઇએ. ઘણી વખત હોટલમાં પાર્કિંગની વ્યવસ્થા તો હોય છે પણ તેનો અલગથી ચાર્જ વસુલ કરવામાં આવે છે. તેથી બધી જ બાબતની સ્પષ્ટતા બુકિંગ પહેલા જ કરી લેવી જોઇએ.
  • કેટલીક હોટલમાં રાત્રે રૂમ બુક કરાવીએ તો સવારનો બ્રેકફાસ્ટ હોટલ તરફથી હોય છે. પરંતુ તે બાબતને લઇને પહેલેથી જ હોટલના સ્ટાફ સાથે ચર્ચા કરી લેવી જોઇએ કે તેનો કોઇ અલગથી ચાર્જ લેવામાં આવે છે કે નહીં કે પછી તેનો કોઇ ચોક્કસ સમય તો નથી. સાથે જ વેજ- નોનવેજ અંગે પણ સ્પષ્ટતા કરી લેવી જોઇએ.
  • કેટલીક વખત કોઇ પ્રોગ્રામ કે સમારોહને લઇને ઘણા રૂમ બુક કરવા પડે છે. તેવી પરિસ્થિતિમાં ઓનલાઇન બુકિંગની જગ્યાએ રૂબરૂ જઇને રૂમ ચેક કર્યા પછી જ નિર્ણય કરવો જોઇએ. સાથે જ હોટલ સ્ટાફ સાથે સુવિધા બાબતે ખાસ સ્પષ્ટતા કરી લેવી જોઇએ. શું ફ્રી મળશે અને શેનો ચાર્જ થશે તે બધી જ સ્પષ્ટતા કરી લેવી જોઇએ.
  • હોટલનો રૂમ બુક કરાવો ત્યારે યોગ્ય ભાવતાલ નક્કી કરવો જોઇએ. તમે ચોક્કસથી સારા એવા પૈસા બચાવી શકશો. કેટલાક હોટલવાળા વધારે ભાવ માંગે છે. પરંતુ ભાવતાલ નક્કી કરીને સરળતાથી પૈસા બચાવી શકાય છે. હોટલનો રૂમ બુક કરાવતી વખતે હોટલના રૂમ ચાર્જ સાથે ટેક્સ અંગે પણ ખુલાસો કરી લેવો જોઇએ. જેથી પાછળથી કોઇ જ મુશ્કેલી ન પડે.
  • જ્યારે હોઇ પણ હોટલમાં ચેકઇન કરો ત્યારે તે પહેલા ચેક કરવું કે રૂમ યોગ્ય રીતે સાફ થયેલો છે કે નહીં. ઘણી હોટલમાં ગ્લાસ અને ફર્નિચર ચમકતુ રહે તેના માટે પોલીશનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ડિસ્પોઝેબલ ગ્લાસનો જ ઉપયોગ કરવો.
You might also like