ડોપ ટેસ્ટમાં ફેઇલ યુસુફ પઠાણ પર BCCIએ લગાવ્યો પ્રતિબંધ

ટીમ ઇન્ડિયામાં વાપસીના પ્રયાસો કરી રહેલા વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ 2017માં થયેલા ડોપ ટેસ્ટમાં ફેઇલ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ કારણે બીસીસીઆઇએ વડોદરા ક્રિકેટર એસોસિએશનને ટીમમાં સામેલ ન કરવાનું ફરમાન જારી કર્યું છે. યુસુફ પઠાણ પાછલા વર્ષે ઓક્ટોબર મહિનમાં એક પ્રતિબંધિત ડ્રગ્સ લેવાના કારણે દોષિત કરાર થયા ત્યારબાદ તેના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધી હતો. યુસુફ પઠાણે ભૂલથી દવા લીદી હોવાનું કહ્યું છે.

BCCIએ યુસુફ પઠાણ પર ડોપિંગ ટેસ્ટમાં ફેઇલ થયા બાદ પાંચ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે ડોપિંગ ટેસ્ટમાં ફેઇલ થયા બાદ પઠાણે ટ્વીટ કર્યું છે. તેમા કહ્યું છે કે BCCIએ યોગ્ય અને સારો નિર્ણય લીધો છે. મારા જવાબ માન્ય રાખવા બદલ BCCIનો આભાર માન્યો. ગળાનું ઇન્ફેકશન થયું હોવાના કારણે દવા લીધી હતી. તેની સાથે જ યુસુફે કોઇ પણ પ્રકારનો નશો ન કર્યો હોવાનું પણ કહ્યું હતું. વડોદરાનું નામ ખરાબ થાય તેવું કૃત્ય ન કરવાની યુસુફે વાત કરી હતી.

You might also like