BCCI રાજ્ય સંઘોને ફંડ જારી કરેઃ સુપ્રીમનો આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇના સંચાલન માટે નિયુક્ત કરાયેલી વહીવટદારોની સમિતિને ગઈ કાલે જણાવ્યું કે તે હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ સહિત રાજ્ય ક્રિકેટ સંઘોને મેચના આયોજન માટે ફંડ જારી કરે. એચપીસીએ હાલ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટનું આયોજન કરી રહ્યું છે.

જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી બેન્ચે મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઝારખંડના રાજ્ય સંઘોની અપીલ પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો છે. આ ત્રણેય ક્રિકેટ સંઘોએ વર્તમાન ટેસ્ટ શ્રેણીની ત્રણ ટેસ્ટ મેચનું આયોજન કર્યું હતું. બેન્ચે સમિતિને કહ્યું કે તેઓ કરાર અનુસાર રકમ જારી કરે. કેટલાક રાજ્ય સંઘોએ જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની બેંચનું ધ્યાન તરફ ખેંચ્યું હતું કે તા. ૫ એપ્રિલથી શરૂ થઈ રહેલી આઇપીએલની મેચ યોજવા માટે પણ નાણાં જારી કરવાનોઆમુદ્દો ફરીથી સામે આવી શકે છે. આ અંગે બેંચે કહ્યું કે સમિતિ, રાજ્ય સંઘો અને ફ્રેંચાઇઝી માલિકોએ પોતાની ત્રિપક્ષીય સમજૂતીની શરતોનું પાલન કરવું પડશે, જેનાથી આઇપીએલ મેચનું યોગ્ય રીતે આયોજન થઈ શકે. સુપ્રીમની બેંચે કહ્યું, ”આ નિર્દેશ આપવામાં આવેછે કે બીસીસીઆઇ કરારમાં લખવામાં આવેલી પ્રતિબદ્ધતાઓનું સન્માન કરે, જેનાથી ટેસ્ટ મેચ કરાવવામાં કોઈ મુશ્કેલી પડે નહીં.”
http://sambhaavnews.com/

You might also like