500મી ટેસ્ટ અંગે બીસીસીઆઇનું કેમ્પેઇન : તમે પણ પસંદ કરી શકો છો તમારી ડ્રીમ ટીમ

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના કાનપુરમાં 22 સપ્ટેમ્બરથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલુ થનારી શ્રેણીની પહેલી મેચ ભારતની 500મી ટેસ્ટ હશે. આ ટેસ્ટને ધ્યાને રાખીક્રિકેટ ફેન્સ માટે પોતાની ડ્રીમ ટીમ પસંદ કરવાની એકખાસ તક છે. વાત જાણે એમ છે કે બીસીસીઆઇએ ડ્રીમ ટીમ નામથી એક કેમ્પેઇન લોન્ચ કર્યું છે. જેના દ્વારા તમે તમારી મનપસંદ ટીમને પસંદ કરી શકો છો.

આ કેમ્પેઇન સાથેજોડાવા માટે તમારે ભારતીય ટીમનાં ઓફીશીયલ પેજ પર જવુ પડશે અને તમારી ડ્રીમ ટીમ માટે મત આપવો પડશે. બોર્ડ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે આ અંગે જણાવતા કહ્યું કે, મારૂ હંમેશાથી માનવું છે કે 500મી ટેસ્ટનાં ઐતિહાસિક પળનો ઉત્સવ મનાવવાની આનાથી સારી તક કઇ હોઇ શકે છેકે પ્રશંસકોને પોતાની ડ્રીમ ટીન પસંદ કરવા માટે મતદાનની તક મળે.

ઠાકુરે જણાવ્યું કે મને આનંદ છે કે એક લાખ ક્રિકેટ પ્રશંસક પોતાની જ ડ્રીમ ટીમમાં ઉચ્ચ ક્રમ પસંદ કરવા માટેવોટિંગ કરી ચુક્યા છે. સાથે જ તેમણે તે વાતની પણ આશા વ્યક્ત કરી કે આગામી દિવસોમાં વોટર્સનાં પ્રમાણમાં મોટો વધારો થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ પ્રકારનાં પ્રયોગો કરવામાં આવી ચુક્યા છે.

You might also like