BCCIએ કર્યો ઇન્કાર, સંકટમાં પડી પાકિસ્તાનની યજમાની…

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંજૂરી ન આપતા પાકિસ્તાન માટે વધુ એક મુશ્કેલી વધી ગઇ છે. આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનમાં રમાનારા એશિયા ઇમર્જિંગ નેશન્સ કપ રમાનાર હતો. હવે જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે આ ટૂર્નામેન્ટમાં ટીમ મોકલવાની મંજૂરી ન આપતા પાકિસ્તાનની યજમાની પર સંકટના વાદળો છવાઇ ગયા છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે હવે જ્યારે ભારત પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાની મંજૂરી નથી આપી રહી ત્યારે એશિયા ઇમર્જિંગ નેશન્સ કપને શ્રીલંકા અથવા બાંગ્લાદેશમાં રમાડી શકાય. પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે અમે આ વર્ષે એપ્રિલમાં ટૂર્નામેન્ટને લઇને અમે ઘણા ઉત્સાહિત હતા કે દરેક દેશ ભાગ લઇ રહ્યું છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેને દુબઇમાં જણાવ્યું કે તેઓ એશિયા ક્રિકેટ કાઉન્સિલનો અધ્યક્ષ પણ હોવાથી જલ્દી જ કોલંબોમાં એસીસી બેઠકનું આયોજન હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં એશિયા ઇમર્જિંગ કપ અને સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનાર એશિયા કપ માટે અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતમાં યોજાનાર એશિયા કપમાં પાકિસ્તાનની ભાગીદારી પર થોડી શરત હશે.

You might also like