ઝહીર ફુલટાઇમ નહીં, પણ દ્રવિડની જેમ ‘ટૂર સ્પેશિયલ’ છેઃ BCCIની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ સીએસી અને કોચને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે હવે એક નવો મોડ આવ્યો છે. બોલિંગ સલાહકાર તરીકે નિયુક્ત કરાયેલા ઝહીર ખાનને લઈને બીસીસીઆઇએ એક સ્પષ્ટતા કરી છે કે ઝહીરની નિયુક્તિ રાહુલ દ્રવિડની જેમ ‘ટૂર સ્પેશિયલ’ (પ્રવાસ વિશેષ) માટે કરાઈ છે. બીસીસીઆઇએ પણ કહ્યું કે ઝહીર અને દ્રવિડની નિમણૂક નવા મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની સલાહ બાદ કરવામાં આવી છે.

સૌરવ, સચીન અને લક્ષ્મણની સલાહકાર સમિતિ (સીએસી)એ ગત તા. ૯ જુલાઈએ મુખ્ય કોચપદ માટે પાંચ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાયા હતા. બીસીસીઆઇએ આ કામ કોઈ પણ નાણાકીય લાભ લીધા વિના કરી આપવા બદલ સીએસીનો આભાર માન્યો હતો.

બીસીસીઆઇએ કહ્યું, ” અમે ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્યોનો આભાર માનીએ છીએ, જેમણે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની પસંદગી પ્રક્રિયા માટે સહર્ષ સંમતિ આપી. સમિતિના ત્રણેય સભ્યોએ સંપૂર્ણ પારદર્શકતા સાથે આ કામ કર્યું. રવિ શાસ્ત્રીની સલાહ બાદ જ વિદેશ પ્રવાસ વખતે ટીમની જરૂરિયાતોના હિસાબથી બેટિંગ અને બોલિંગ સલાહકાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.”

http://sambhaavnews.com/

You might also like