આયરલેન્ડની વિરુદ્ઘ વિરાટ નહીં રમે T-20, રોહિત શર્મા બનશે કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે આયરલેન્ડ વિરુદ્ઘ 2 T-20 મેચની માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. કેપ્ટન વિરાટ કોહલીને પણ શામેલ કરવામાં આવ્યો છે. તેવામાં મુશ્કેલી એ છે કે વિરાટ કોહલી પહેલી T-20 મેચ કેવી રીતે રમશે જ્યારે તે જૂન મહિના માટે કાઉન્ટી ટીમ સાથે કરાર કરી ચૂક્યો છે.

આયરલેન્ડની વિરુદ્ઘ 27 જૂનના પહેલા T-20 રમાશે, જ્યારે તે જ દરમિયાન 25-28 જૂન સુધી સરેની ટીમને યૉર્કશાયર વિરુદ્ઘ રમશે. જોકે હવે આ અંગે સ્પષ્ટતા થઇ ગઇ છે. BCCIના અધિકારીએ જણાવ્યુ કે, કેપ્ટન વિરાટ કોહલી પહેલી T-20 મેચ રમશે, જ્યારે વિરાટ બીજી મેચથી ટીમ સાથે જોડાશે, તેના સ્થાને રોહિત શર્મા કેપ્ટન્સી કરશે, બીજી T-20 મેચ 29 જૂનના રમાશે.

BCCIના એક અધિકારીએ જણાવ્યુ કે, એવુ નથી કે સિલેક્ટર્સને આ તારીખો વિશે જાણ ન હતી. વાસ્તવમાં આ મુશ્કેલી એટલા માટે થઇ કારણ કે જો વિરાટ કોહલીને આ સીરિઝ માટે કેપ્ટન ઘોષિત ન કરવામાં આવ્યો હોત તો વધુ મોટી મુશ્કેલી ઉભી થઇ હોત. એવુ લાગ્યુ હોત કે ટીમનો કેપ્ટન રોહિત છે પરંતુ એવુ નથી. તે કોહલીની ગેરહાજરીમાં પહેલી T-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે.

T-20 માટેની ટીમ ઇન્ડિયા:
વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ઘાર્થ કૌલ, ઉમેશ યાદવ

You might also like