BCCIએ કોહલીને બનાવ્યો સુપર હીરોઃ ૨૭ જૂને બે દેશમાં કેવી રીતે મેચ રમી શકશે?

મુંબઈઃ ક્રિકેટના મેદાનમાં વિરાટ કોહલી માટે કંઈ જ અસંભવ નથી. ઘણી વાર તેણે આ વાત સાબિત પણ કરી આપી છે, પરંતુ ગત મંગળવારે બીસીસીઆઇએ ટીમ જાહેર કરીને વિરાટ કોહલીને સુપરહીરો બનાવી દીધો.

છે. બીસીસીઆઇએ અફઘાનિસ્તાનના ડેબ્યૂ ટેસ્ટની સાથે સાથે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પણ ટીમની જાહેરાત કરી. આ જાહેરાત સાથે એ સ્પષ્ટ થઈ ગયું કે કોહલી આયર્લેન્ડ સામે બે મેચની ટી-૨૦ શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે.

આયર્લેન્ડ સામેની શ્રેણી માટે કોહલીનું નામ જાહેર થયા બાદ બે ટીમ વચ્ચે શંકાનાં વાદળો મંડરાવા માંડ્યાં છે. બીસીસીઆઇ તરફથી હજુ સુધી આ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી કે કોહલી કઈ ટીમ તરફથી રમશે. ઉલ્લેખનીય છે કે ૨૭ જૂને આયર્લેન્ડ સામે ભારત ટી-૨૦ મેચ રમવાની છે, જ્યારે એ દરમિયાન ૨૫થી ૨૮ જૂન દરમિયાન કોહલીનો ચાર દિવસીય કાઉન્ટી મુકાબલો છે.

ઈંગ્લેન્ડની પ્રવાસની તૈયારી માટે કોહલીએ કાઉન્ટી ટીમ સરે સાથે જૂન મહિના માટે કોન્ટ્રેક્ટ કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોહલી આખો જૂન મહિનો ટીમ સાથે રહેશે. હવે જો કોહલી ૨૫ જૂનથી શરૂ થયેલી સરેની મેચમાં રમતો હોય તો તે આયર્લેન્ડ જઈને ૨૭ અને ૨૯ જૂનની ટી-૨૦ મેચ કેવી રીતે રમી શકે?

જોકે બીસીસીઆઇએ વિરાટને સુપર હીરો માની લીધો હોય એવું લાગી રહ્યું છે. વિરાટ દિવસે કાઉન્ટી રમ્યા બાદ રાત્રે આયર્લેન્ડ સામે ટી-૨૦ મુકાબલો રમી શકે છે. મેચ પૂરી થયા બાદ કોહલી ઈંગ્લેન્ડ પાછો ફરી શકે છે.

You might also like