બીસીસીઆઇએ પાક. અમ્પાયર રઉફ પર લગાવ્યો પાંચ વર્ષનો પ્રતિબંધ

મુંબઇ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફ પર દુર્વ્યવહાર અને ભ્રષ્ટાચારના આરોપને લઇ પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. આઇપીએલ  ૨૦૧૩માં સ્પોટ ફિક્સિંગમાં કહેવા પ્રમાણે સંડોવાયેલ હોવાના મામલામાં બીસીસીઆઇએ આ પગલું ભર્યું છે. બીસીસીઆઇએ શુક્રવારે જાહેરાત કરતા આ જાણકારી આપી હતી કે રઉફ પાંચ વર્ષ સુધી ભારતમાં રમવા, અમ્પાયરિંગ કરવા કે કોઇપણ હોદ્દા કે અધિકારીના રૃપમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાના મામલે તેના પર પ્રતિબંધ લગાવાયો છે.

બીસીસીઆઇની અનુશાસન કમિટીની શુક્રવારે તેના પર મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. અસદ રઉફ આ કમિટીની સામે સુનાવણી માટે હાજર થયો નહતો. રઉફે પોતાનો લેખિત જવાબ કમિટીને આઠમી ફેબ્રુઆરીએ મોકલ્યો હતો.કમિટીએ પોતાનો તપાસ રિપોર્ટ અને રઉફની વાત પર લાંબો વિચાર વિમર્શ કર્યા પછી આ નિર્ણય કર્યો છે.

તેના દુર્વ્યવહાર અને કહેવાતા ભ્રષ્ટાચાર માટે ગુનેગાર ગણાયો છે. ઉલ્લેખનીય છે કે અસદ રઉફનું નામ આઇપીએલ દરમિયાન ચર્ચામાં આવ્યું હતું. તેના પર સટ્ટાબાજો પાસેથી મોંઘી ગિફ્ટ સ્વીકારવાનો આરોપ હતો. આ ઉપરાંત તેના પર ૨૦૧૩ની આઇપીએલ મેચો પર દાવ લગાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.

You might also like