શેનની શેખીઃ BCCI પાસે એટલા પૈસા નથી કે મને કોચપદે નિયુક્ત કરે

લંડનઃ ઓસ્ટ્રેલિયાનાે ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વોર્ન ફરી એક વાર સમાચારોમાં ઝળક્યો છે. એક અખબારને આપેલા ઇન્ટર્વ્યૂમાં શેન વોર્ને કહ્યું કે મારી ફી એટલી વધુ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ તેને કોચ તરીકે નિયુક્ત કરી નહીં શકે. ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટીમ ઇન્ડિયાના વર્તમાન કોચ અનિલ કુંબલેનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. બીસીસીઆઇએ નવા કોચ માટે આવેદન મગાવ્યાં છે. કોચની રેસમાં વીરેન્દ્ર સેહવાગ, લાલચંદ રાજપૂત, ટોમ મૂડી અને ખુદ અનિલ કુંબલેનું નામ પણ સામેલ છે.

ટીમ ઇન્ડિયાના નવા કોચ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં વોર્ને કહ્યું, ”એમાં કોઈ શક નથી કે મેદાન પર મારી અને કેપ્ટન વિરાટ કોહલીની પાર્ટનરશિપ સારી રહી શકે, પરંતુ બીસીસીઆઇ પાસે એટલા પૈસા નથી કે તે મને અફોર્ડ કરી શકે.”

શેન વોર્ન દુનિયાના એ બોલર્સમાંનો એક છે, જેણે ટેસ્ટ અને વન ડેમાં મળીને ૧૦૦૦થી વધુ વિકેટ પોતાના નામે નોંધાવી છે. વોર્ને ૧૪૫ ટોસ્ટમાં ૨.૨૬ના ઇકોનોમી રેટથી ૭૦૮ વિકેટ, જ્યારે ૧૯૪ વન ડેમાં ૪.૨૫ના ઇકોનોમી રેટથી ૨૯૩ વિકેટ ઝડપી છે.
http://sambhaavnews.com/

You might also like