વાકાની બાઉન્સી પિચનો ફાયદો ઊઠાવીશું : ફિંચ

પર્થ : ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટસમેન આરોન ફિંચે કહ્યું કે તેમની ટીમ વાકાની ફાસ્ટ અને બાઉન્સી પરિસ્થિતિઓનો ફાયદો ઊઠાવી ભારતને બારમી જાન્યુઆરીથી રમાનાર પહેલી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં શરૂઆતથી બેકફૂટ રાખવાની કોશિશ કરશે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે વાકા પર અંતિમ વન-ડે ૨૦૦૪માં રમી હતી. ત્યારથી આજ સુધીમાં વિકેટ ઘણી બદલાઇ ગઇ છે, પરંતુ ફિંચનું માનવું છે કે તેમની ટીમ છતાં પણ ભારતને પરેશાનીમાં મૂકી શકે તેમ છે.

ફિંચે કહ્યું, છેલ્લા કેટલાંક વર્ષોમાં પર્થની વિકેટ બદલાઇ ગઇ છે. અહીંયા હવે પહેલા જેવો બાઉન્સ મળતો નથી પરંતુ તેમને અહીંયાની વધારે પડતી બાઉન્સી વિકેટ સાથે તાલમેલ બેસાડવો પડશે અને અમે સિરીઝની શરૂઆતની મેચમાંથી તેનો ફાયદો ઊઠાવી શકીશું.તેણે નટ પર પ્રેક્ટિસ પછી પત્રકારોને કહ્યું, મને લાગે છે કે તેમના યુવા જેવા કે રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી બહુ સારા ખેલાડી છે.

મને વિશ્વાસ છે કે તે પરિસ્થિતિઓ પ્રમાણે તાલમેલ બેસાડી ઉપયોગ કરશે પણ અમે પહેલાં કલાકમાં આ સ્થિતિનો ઉપયોગ કરી મેચમાં પ્રભાવ પાડવા માગીએ છીએ. ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ સેમિફાઇનલમાં ભારતને હરાવ્યું હતું અને આ પાંચ મેચોની સિરિઝમાં તેમનું પલ્લું ભારે મનાઇ રહ્યું છે. તેણે કહ્યું, જ્યારે તમને જીતના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે તો તેનો મતલબ એ થાય કે અમે સારી ક્રિકેટ રમી છે. એટલે કે અમારી ટીમનું પલ્લું ભારે છે અને ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે.

ફિંચે કહ્યું, વિશ્વકપમાં અમે શાનદાર પ્રદર્શન કર્યું, આ પહેલા પણ અમે બે વર્ષોમાં બહુ સારુ રમ્યા છીએ એટલે અમે જીતના હક્કદાર છીએ. અત્યાર સુધીની બાવન વન-ડેમાં ૩૮.૬ની એવરેજથી રન બનાવનાર ફિંચ પોતે ઓસ્ટ્રેલિયન ટીમના પ્રદર્શનને લઇ ચિંતિત છે. તેનું માનવું છે કે ટી-૨૦ બિગ બૈશ લીગમાં રમ્યા પછી વન-ડેમાં રમવામાં કોઇ મુશ્કેલી થતી નથી.

પેરિસ મેકગ્રાની ૧૧ નંબરની જર્સી પહેરવા તૈયાર ઓસ્ટ્રેલિયાના યુવા ફાસ્ટ બોલર જોએબ પેરિસ ભારત સામે ૧૨ જાન્યુઆરીથી શરૂ થનાર પહેલી વન-ડે ક્રિકેટ મેચમાં પોતાના સંભવિત ઇન્ટરનેશનલ પદાર્પણ દરમિયાન ગ્લેન મેકગ્રાની ૧૧ નંબરની જર્સી પહેરી ઉતરી શકે છે. પેરિસ અત્યારે ૨૩ વર્ષનો છે અને મેકગ્રાએ પણ આ ઉંમરમાં વન-ડેમાં પ્રવેશ કર્યો હતો. મેકગ્રાએ પોતાની શાનદાર કરિયરમાં ૩૮૧ વિકેટ લીધી છે.

ડાબોડી ફાસ્ટ બોલર પેરિસે ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે ૧૩ એ લિસ્ટની મેચોમાં ૨૪ વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણમાંથી સન્યાસ લઇ ચૂકેલ મિશેલ જોનસન અને ઇજાગ્રસ્ત મિશેલ સ્ટાર્ક નથી એવામાં પેરિસ પાંચ મેચોની વન-ડે સિરીઝની પહેલી મેચમાં એક અન્ય ખેલાડી સ્કોટ બોલેન્ડ સાથે પદાર્પણ કરી શકે છે.

You might also like