બેટરી બોક્સની ચોરીના કારણે મુંબઇ લોકલ બે કલાક ઠપ્પ

મુંબઇ : બેટરી બોક્સ ચોરી થઇ જવાનાં કારણે મુંબઇમાં બે કલાક સુધી લોકલ ટ્રેનની સેવા પ્રભાવિત થઇ હતી. બે કલાક સુધી લોકલ ટ્રેનનું નેટવર્ક ઠપ્પ થઇ ગયું હતું. લગભગ બે કલાક સુધી લોકલ ટ્રેન નહોતી ચાલી શકી કારણ કે મહિન ઇલેક્ટ્રિક સબ સ્ટેશન પર બેટ્રી બોક્સની ચોરી થઇ ગઇ હતી. ચર્ચગેટથી બાંદ્રાની લોકલ ટ્રેન સેવા બપોરે 12.20 સુધી બંધ રહી હતી. જ્યારે કેટલીટ ટ્રેન અડધો કલાકથી પોણો કલાક સુધી મોડી પડી હતી.

રેલ્વેનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પહેલા તેમને લાગ્યું કે વરસાદનાં કારણે પાવર સપ્લાય કટ થયો છે. પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બેટ્રી બોક્સની ચોરી થઇ ગઇ છે. જેનાં કારણે સમગ્ર ટ્રાફીક વ્યવસ્થાપન પર અસર પડીહ તી. જો કે જ્યારે મેટ્રો ચાલુ થઇ ત્યાં સુધીમાં રેલ્વે સ્ટેશનો પર મોટા પ્રમાણમાં ભીડ એકત્રીત થઇ ગઇ હતી. સમગ્ર મુંબઇની રફતાર જાણે એકાએક અટકી ગઇ હતી. હાલ તો રેલ્વે તંત્ર દ્વારા ચોરીની તપાસ ચાલુ કરવામાં આવી છે.

લોકલ સેવા પ્રભાવિત થવાનાં કાણે પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. રસ્તાઓ પર પણ જામ થઇ ગયા હતા. જ્યારે ટેક્સી અને રિક્ષા ચાલકોએ એકાએક ભાડામાંવધારો કરી દીધો હતો. અને બેસ્ટ સહિતની સેવાઓમાં પણ ધસારો વધારે જોવા મળ્યો હતો.

You might also like