સાસુનું ગળું કાપી લાશ બાથરૂમમાં મૂકી જમાઈ ફરાર

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન હત્યાના બનાવ વધી રહ્યા છે. આ સપ્તાહમાં હત્યાનો ત્રીજો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પ્રેમલગ્ન કરનારા જમાઇ અને દીકરી વચ્ચે થયેલા ઝઘડાનું સમાધાન કરાવવા માટે આગ્રાથી આવેલાં સાસુનું નરોડા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં જમાઇએ ગળું કાપી હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. સાસુના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા પછી લાશને બાથરૂમમાં મૂકી જમાઇ તથા તેનો ભાઇ ફરાર થઇ ગયા હતા.

નવા નરોડામાં હ‌િરદર્શન ચાર રસ્તા પાસે આવેલા સ્વા‌િમનારાયણપાર્કમાં ભાડાના મકાનમાં રહેતી રર વર્ષીય ચાંદનીબહેન ચૌહાણે તેના પતિ ર‌િવકા‌િલચરણ ચૌહાણ અને દિયર વિક્કી ચૌહાણ વિરુદ્ધમાં માતાની હત્યા કરવાના મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદમાં કરેલા આરોપ પ્રમાણે ચાંદની તથા ર‌િવકા‌િલચરણ ઉત્તરપ્રદેશના જિલ્લાના એટા તાલુકાના બગીપુર મહોલ્લાના છે. છેલ્લા ૬ મહિનાથી અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા સ્વા‌િમનારાયણપાર્કમાં ભાડાના મકાનમાં રહે છે.

તારીખ ર૧ ડિસેમ્બરના રોજ સાંજે ૬ વાગ્યાની આસપાસ ચાંદની ઘરે જમવાનું બનાવતી હતી ત્યારે તેની બે વર્ષની દીકરી પરી રડતાં ર‌િવકા‌િલચરણે પરીને બે-ત્રણ લાફા મારી દીધા હતા અને પલંગમાં ફેંકીને તેને માર મારવા લાગ્યો હતો. દીકરીને મારતાં જોઇને ચાંદની રસોડામાંથી બહાર આવી ગઇ હતી, જેથી ર‌િવકા‌િલચરણે ચાંદનીને પણ મારવાનું શરૂ કર્યું હતું. ર‌િવકા‌િલચરણ તથા ચાંદની વચ્ચે થયેલી બબાલના કારણે ચાંદની પરીને લઇને વિરાટનગર વિસ્તારમાં આવેલ સંબંધીના ઘરે જતી રહી હતી.

મોડી રાત્રે ચાંદનીએ પિયરમાં તેની માતા અનુરાબેગમ સાફીરખાન પઠાણ (રહે. આગ્રા, ઉત્તરપ્રદેશ)ને ઝઘડાની જાણ કરી હતી અને પરત સ્વા‌િમનારાયણપાર્કમાં આવી ગઇ હતી. જમાઇ અને દીકરી વચ્ચે સમાધાન થાય તે માટે 22 ડિસેમ્બરના રોજ અનુરાબેગમ વિરાટનગર આવી ગયાં હતાં. સાંજના પાંચ વાગ્યાની આસપાસ ર‌િવકા‌િલચરણ સાસુ અનુરાબેગમને લેવા માટે વિરાટનગર ગયો હતો. સાસુને લઇ ર‌િવકા‌િલચરણ સ્વા‌િમનારાયણપાર્ક તેના ઘરે પહોંચ્યો હતો. બજારમાંથી ખરીદી કરીને ચાંદની પણ ઘરે પહોંચી. તે સમયે ર‌િવકા‌િલચરણ દરવાજા પાસે ઊભો હતો. ર‌િવએ ચાંદનીને જણાવ્યું હતું કે સાસુ અને વિક્કી દવા લેવા માટે ગયાં છે.

ચાંદનીને બાઇક પર બેસાડીને ર‌િવકા‌િલચરણ દહેગામ રીંગરોડ પર ખરીદી કરવા માટે લઇ ગયો હતો. રાત્રે આઠ વાગ્યાની આસપાસ ચાંદનીને નરોડા પા‌િટયા ઉતારીને ર‌િવકા‌િલચરણ સ્વા‌િમનારાયણપાર્ક પહોંચી ગયો હતો, જ્યારે ચાંદની રિક્ષામાં સ્વા‌િમનારાયણપાર્ક પહોંચી હતી. રવિને જોતાં તે ઉશ્કેરાઇ હતી અને માતા અનુરાબેગમ ક્યાં છે તેનું પૂછ્યું હતું.

ર‌િવકા‌િલચરણે જણાવ્યું હતું કે સાસુ વિરાટનગર સંબંધીના ઘરે ગયાં છે. રિક્ષામાં બેસી ચાંદની માતાને મળવા માટે વિરાટનગર પહોંચી હતી. જ્યાં માતા નહીં મળતાં તેમની શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત્રે ચાંદની તથા બહેન- બનેવી સ્વા‌િમનારાયણપાર્ક આવતાં મકાનમાં તાળું હતું. ર‌િવકા‌િલચરણ તથા દિયરનો ફોન બંધ આવતો હતો. મોડી રાત્રે ચાંદનીએ મકાનનું તાળું તોડવાનું શરૂ કર્યું હતું, જોકે અવાજ આવતાં તેઓ પરત વિરાટનગર જતા રહ્યા હતા બીજા દિવસે બપોરના 12 વાગ્યાની આસપાસ ચાંદની તથા બહેન-બનેવીએ મકાનું તાળું તોડી નાખીને ઘરમાં તપાસ કરી હતી, જ્યાં બાથરૂમમાં લોહીથી લથપથ હાલતમાં માતા અનુરાબેગમની લાશ પડી હતી.

નરોડા પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ર‌િવકા‌િલચરણ તથા વિક્કી વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ગઇ કાલે સાંજે ચાંદની ઘરે આવી ત્યારે અનુરાબેગમની હત્યા કરી નાખવામાં આવી હતી, જોકે ચાંદનીને ખબર પડે નહીં તે માટે તેને ખરીદી કરવાના બહાને લઇ ગયા હતા. આખી રાત અનુરાબેગમની લાશ બાથરૂમમાં પડી હતી. ર‌િવકા‌િલચરણ તથા વિક્કીએ અનુરાબેગમના ગળાની ભાગે તીક્ષ્ણ હ‌િથયારથી ઘા મારીને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા છે. બન્ને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરાઇ છે.
http://sambhaavnews.com/

You might also like