ભ‌િટંડામાં આર્મીના શસ્ત્ર ડેપોમાં આગઃ દારૂગોળો ભસ્મીભૂત

ભ‌િટંડામાં આર્મીના શસ્ત્ર ડેપોમાં આગ લાગી હોવાના સમાચાર છે. આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, જોકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ સવારે પ-૦૦ વાગ્યે લાગી હતી અને ૬-૩પ કલાકે તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે, જોકે આ લખાઇ રહ્યું છે ત્યારે કોઇ ખુવારીના સમાચાર નથી. અહીંથી અલગ અલગ આર્મી યુનિટ માટે દારૂગોળો બને છે. આગના કારણે ૧૦પ એમએમ અને ૧પપ ગનના દારૂગોળાને નુકસાન પહોંચ્યું છે. આગની ઘટના અંગે તપાસના આદેશ જારી કરી દેવાયા છે.

You might also like