બીમારીઓથી બચવા માટે કરો કપૂરના પાણીનું સ્નાન

જો તમારી કિસ્મત તમારો સાથ આપતી નથી તો નિરાશ થવાની કોઇ જરૂર નથી. કપૂર તમારા જીવનની સમસ્યાઓ દૂર કરી શકે છે. ધન સમસ્યા, વાસ્તુદોષ, બીમારીઓ દરેકથી તપૂર તમને બચાવી શકે છે. જાણો કેવી રીતે…

1. પૈસાની કમીમાંથી પસાર થઇ રહ્યા છો તો થોડાક દિવસો સુધી રાતના સમયે ચાંદીના બાઉલમાં કપૂર અને લવિંગ સળગાવો.

2. બીમારીઓથી દૂર રહેવા માંગો છો તો શનિવારે કપૂરના તેલના ટીપાંને પાણીમાં નાંખો અને પછી એ પાણીથી રોજે સ્નાન કરો.

3. જો લગ્ન કરવામાં કોઇ પણ જાતની સમસ્યા આવી રહી છેતો 6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડાં લો. હવે તેમાં ચોખા અને હળદરને મિક્સ કરી દો. ત્યારબાદ દેવી દુર્ગાને એનાથી આહુતિ આપો.

4. વાસ્તુદોષને દૂર કરવા માટે ઘરમાં બે કપૂરની ગોળી રાખો. જ્યારે એ પીગળી જાય તો ફરીથી બે ગોળીઓ રાખો. સમયાંતરે તમે કપૂર રાખતાં રહો. એાથી વાસ્તુદોષ ખતમ થઇ જશે.

5. ઘરની પરેશાનીઓ પૂરી થતી ના હોય તો કપૂરને ઘીમાં પલાળો અને સવાર તેમજ સાંજના સમયે એને સળગાવો. એમાંથી નિકળતી ઊર્જા ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે.

You might also like