ફક્ત એક ફેક કોલના આધારે કર્ણાટકના DGPએ 8 રાજ્યમાં આતંકી હુમલાનું એલર્ટ આપી દીધું

શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા આતંકી હુમલા બાદ ભારતના દરિયા કિનારે આવેલાં રાજ્યમાં કોસ્ટ ગાર્ડ, કોસ્ટલ મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ પહેલાંથી જ એલર્ટ પર છે. સુરક્ષા એજન્સીઓને એવી આશંકા છે કે શ્રીલંકા ‌િસરિયલ બ્લાસ્ટમાં સંડોવાયેલા કેટલાક આતંકીઓ સમુદ્રમાર્ગે ભારતમાં ઘૂસી શકે છે. દરમિયાન એક શખસે બેંગલુરુ પોલીસને ફોન કરીને દાવો કર્યો છે કે તેની પાસે એવી માહિતી છે કે આતંકીઓ કર્ણાટક સહિત દેશનાં આઠ રાજ્યમાં હુમલાને અંજામ આપવાનાં ષડ્યંત્ર રચી રહ્યાં છે.

આ શખ્સના દાવા બાદ કર્ણાટકના ડીજીપી-આઈજીપીએ અન્ય સાત સંબંધિત રાજ્ય તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પુડ્ડુચેરી, ગોવા અને મહારાષ્ટ્રના ડીજીપીને પક્ષ લખીને અલર્ટ રહેવા જણાવ્યું હતું. હવે કર્ણાટક પોલીસે ખુલાસો કર્યો છે કે, ફોન કરનાર ટ્રકડ્રાઇવર એક પૂર્વ સૈનિક છે અને તેણે કોઇ કારણોસર પોલીસને ગેરમાર્ગે દોરવા અને અફરાતફરી મચાવવા માટે આ ફેક કોલ કર્યો હતો. પોલીસે હાલ ટ્રકડ્રાઇવર સ્વામી સુંદરમૂર્તિની ધરપકડ કરી છે.

હકીકતમાં ખુદને ટ્રક-ડ્રાઈવર ગણાવતા સ્વામી સુંદર મૂર્તિ નામના એક શખસે શુક્રવારે સાંજે પ.૩૦ કલાકે બેંગલુરુ સિટી પોલીસના કન્ટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેની પાસે એવી પાકી માહિતી છે કે તામિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પુડ્ડુચેરી, ગોવા અને મહારાષ્ટ્રનાં મોટાં શહેરો આતંકવાદીઓના ટાર્ગેટ પર છે. સ્વામીએ એવો પણ દાવો કર્યો હતો કે આતંકીઓ આ રાજ્યમાં ટ્રેન પર પણ હુમલો કરી શકે છે. તામિલનાડુના રામનાથપુરમમાં ૧૯ આતંકવાદીઓ છુપાયા હોવાનો દાવો પણ તેણે કર્યો હતો. આ ફોન કોલ બાદ કર્ણાટક પોલીસે તમામ સંબંધિત રાજ્યની પોલીસને પત્ર લખીને જરૂરી પગલાં ભરવા અને સતત સતર્ક રહેવા અપીલ કરી હતી.

શ્રીલંકા ‌િસરિયલ બ્લાસ્ટ બાદ તામિલનાડુમાં સુરક્ષા રાતોરાત વધારી દેવામાં આવી છે ત્યારે એક શખસે ચેન્નઈ પોલીસને ફોન કરીને તામિલનાડુની ધાર્મિક નગરી રામેશ્વરમમાં પ્રખ્યાત પંબન સી ‌િબ્રજને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. ચેન્નઈ પોલીસે ફોન બાદ બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સની મદદથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પંબન અને રામેશ્વરમને જોડતા રસ્તા અને રેલવે‌િબ્રજની પણ તપાસ કરી હતી. હજુ પણ ‌િબ્રજ પર પસાર થતાં તમામ વાહનોનું સઘન ચેકિંગ ચાલુ જ છે.

ઉલ્લેખનીય છે કે ગત રવિવારે ઈસ્ટરના દિવસે જ શ્રીલંકામાં ‌િસરિયલ બ્લાસ્ટ કરીને મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં રપ૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને પ૦૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ આતંકીઓ ભારતનાં મુખ્ય શહેરોમાં પણ હુમલા કરવાની ફિરાકમાં હોવાની ચોંકાવનારી બાતમી મળ્યા બાદ દરિયા કિનારે આવેલાં રાજ્યની પોલીસને એલર્ટ મોડ પર રહેવાના આદેશો આપવામાં આવ્યા છે.

You might also like