લો આવી ગયા અચ્છે દિન ! 399 રૂપિયામાં કરો હવાઇ યાત્રા

ચેન્નાઇ : સ્વતંત્રતા દિવસ પ્રસંગે એરલાઇન્સ કંપની સ્પાઇસ જેટ દ્વારા મંગળવારે એક ઓફર રજુ કરવામાં આવી હતી. આ ઓફરમાં ટીકીટનો દર માત્ર 399 રૂપિયા રાખવામાં આવ્યો છે. જો કે તેમાં ટેક્સ અને સરચાર્જનો સમાવેશ નથી કરવામાં આવ્યો અને આ સુવિધા કેટલાક ખાસ રૂટો માટે જ છે.

ગ્રેટ ઇન્ડિપેન્ડન્સ સેલ નામની આ ઓફર 9 ઓગષ્ટથી 11 ઓગષ્ટની રાત સુધીચાલશે. જેમાં 18 ઓગષ્ટથી માંડીને 30 સપ્ટેમ્બર સુધીની ટીકિટ બુક કરી શકાશે. આ ઓફર હેઠળ જે રૂટ આવે છે તેમાં અમદાવાદ – મુંબઇ, અમૃતસર શ્રીનગર, બેંગ્લોર – ચેન્નાઇ, બેંગ્લોર – કોચ્ચિ, કોઇમ્બતુર – હૈદરાબાદ, જમ્મુ – શ્રીનગર, મુંબઇ -ગોવા, મુંબઇ – હૈદરાબાદની ટીકિટ બુક કરાવી શકાય છે. તે ઉપરાંત કેટલીક પસંદગીની ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે પણ આ ઓફર માન્ય ગણાશે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં શરૂઆતી દર 2999 રૂપિયાથી થશે. તેમાં પણ ટેક્સ અને સરચાર્જ અલગથી આપવો પડશે. વિદેશી ફ્લાઇટ્સ વાળી ઓફરમાં દુબઇ – દિલ્હી અને દુબઇ – મુંબઇની ટીકીટ બુક કરાવી શકાય છે. આ નવા સેલ હેઠળ બુક કરવા માટે સ્પાઇસ જેટની વેબસાઇટ પરથી ટીકિટ બુંકિગ થઇ શકશે. એપ દ્વારા પણ ટીકિટ બુક કરી શખાય છે. જો કે આ ઓફર ગ્રુપ બુકિંગ અથવા કોઇ અન્ય ઓફર સાથે કામ નહી કરે.

You might also like