બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં વડોદરાનો યુવાન પ્રથમ

વડોદરા : ખમામ, તેલંગણા ખાતે છઠ્ઠ્ઠી જુનિયર-માસ્ટર અને ફિઝિકલ ચેલેન્જડ નેશનલ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ ૨૦૧૬ યોજાઈ ગઈ હતી. આ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમ તરીકે માસ્ટરમાં નામદેવ મોરે, વડોદરા અને ફિઝિકલ ચેલેન્જડમાં ગીરીશ મકવાણા, એણ બે બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો.

સ્પર્ર્ધા દરમિયાન તેઓને કોચ તરીકે વિકાસ જાદવે સેવા આપેલ હતી. ખમામ તેલંગણા ખાતે છઠ્ઠી જુનિયર-માસ્ટર અને ફિઝિકલ ચેલેન્જડ નેશનલ બોડી બીલ્ડીંગ ચેમ્પિયનશીપ ૨૦૧૬ સ્પર્ર્ધામાં ભારતભરમાંથી ૩૫૦ રમતવીરોએ ભાગ લીધો હતો.

જેમાં ઉંમરવર્ર્ષ ૪૦થી ૫૦ વર્ર્ષ કેટેગરીમાં ૩૬ રમતવીરોએ ફરિફાઈ ય.ોજેલ. જેમાં નામદેવ મોરેએ પ્રથમ સ્થાન હાંસલ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી માસ્ટર મી. ઈન્ડિયાનું ટાઈટલ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરી વડોદરા અને ગુજરાત રાજયનું ગૌરવ વધારેલ છે.

You might also like