જવનું પાણી પીને શરીરનો સોજો કરો ઓછો

શું તમને એવું મહેસૂસ થાય છે કે તમારા શરીરનું વજન એટલું નથી જેટલું તમારા ફેસ અને શરીરના બીજા ભાગમાં લાગે છે? કહેવાનો મતલબ એ છે કે શું તમને શરીરમાં સોજો રહે છે જે તમને જાડા હોવાનું મહેસૂસ કરાવે છે.

જો તમને શરીરમાં સોજો છે તો આ પ્રક્રિયાને વોટર રિટેન્શન કહેવામાં આવે છે એટલે કે શરીરમાં પાણીના કારણે સોજો આવો. જો તમારે શરીરનો સોજો ઓછો કરવો હોય તો મીઠાનું પ્રમાણ ઓછું કરો. તે ઉપરાંત પણ ઘણા ઘરેલું ઉપચાર છે.

એવા ખોરાકનું સેવન કરો જેમાં પોટેશિયમનું પ્રમાણ વધું હોય જે શરીરનો સોજો ઓછો કરે, જેમકે “જવ”. જવ ડાયાબિટીસના પેસન્ટ માટે ઘણા સારા માનવામાં આવે છે અને સાથે તે મેદસ્વિતા પણ ઘટાડે છે.

જો તમારે તમારા શરીરનો સોજો ઓછો કરવો હોય તો દવનું પાણી પીવાનું ચાલું કરી દો. ચલો તો જવ માટે થોડું સારી રીતે જાણીએ…

જવ કેવી રીતે મદદ કરે છે
જવનું સેવન કરવાથી તમને વારે વારે પેશાબ કરવા જવું પડશે, જેનાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળશે. નિયમીત રીતે લીંબુ અને જવનું પાણીનું સેવન કરવાથી કિડનીના સ્ટોન પણ નીકળી જાય છે. આર્યુવેદ અનુસાર ગર્ભવતી મહિલાઓને પગમાં સોજા આવે છે જે જવનું પાણી પી ને ઠીક કરી શકાય છે.

જવના પાણીનો કેવી રીતે પ્રયોગ કરવો?
જવને 3 4 કપ પાણીમાં 15 20 મિનીટ સુધી ઉકાળો. પછી તેને ચાળીને ઠંડો કરી દો. તે પછી તેમાં સ્વાદ માટે લીંબુ અથવા નારંગીનો રસ ઉમેરો. તેને રોજે પીવાથી શરીરનો સોજો ઓછો થઇ જશે. તમે ઇચ્છો તો જવને પાણીમાં પલાળી રાખો અને દિવસમાં બે વાર તે પાણીને પીવો.

You might also like