બારેજામાં દલિતોએ ચક્કાજામ કર્યો

અમદાવાદ: દસ્ક્રોઈ તાલુકાના બારેજામાં આજે સવારે દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. આ અંગે પોલીસને જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અસલાલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રસ્તા પર લોકોને દૂર કરી ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે બારેજા-અમદાવાદ હાઈવે પર દલિત સમાજના લોકોના ટોળેટોળાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને વાહનોને રોકીને ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાની જાણ અસલાલી પોલીસને થતા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને દૂર કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવી
દીધો હતો.

You might also like