બાર્સિલોનામાં આતંકી હુમલો, 13ના મોત, 50થી વધુ ઘાયલ

બાર્સિલોના : સ્પેનના બાર્સિલોનામાં એક ભીડવાળી જગ્યામાં ડ્રાઇવરે પોતાની વાન ચલાવી દીધી હતી જેમાં 13 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 50થી વધારે લોકો ઘાયલ થયા છે. જ્યારે સ્પેનિશ પોલીસે કહ્યું છે કેમ્બ્રિલ્સમાં એક બીજા સંભવિત આતંકી હુમલાને રોકી ચાર સંદિગ્ધ આતંકીઓને ઠાર કર્યા છે. ચારેય આતંકીઓ પોતાને ઇસ્લામિક સ્ટેટ બતાવનાર આતંકી સંગઠન આઇએસઆઇએસને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સ્પેનના ક્ષેત્રીય મંત્રીએ સ્પેનના બાર્સિલોનામાં વાન દ્વારા કરાયેલા હુમલામાં 13 લોકોના મૃત્યુનું સમર્થન કર્યું છે.

બાર્સિલોના પોલીસ આ હુમલાનો આતંકી હુમલો માનીને કાર્યવાહી કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તેમણે બે સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે ઘટનાસ્થળ પર પોલીસની કાર તેમજ એમ્બ્યુલન્સ હાલમાં છે. જ્યારે એક સ્થાનિક પત્રકારના કહેવા અનુસાર અહી ફાયરિંગ પણ થયું હોવાનુ જાણવા મળ્યું છે. એવુ માનવામાં આવી રહ્યું છે વાનમાં રહેલા હુમલાખોરોએ રસ્તામાં ચાલી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું હોય. હુમલાની માહિતી મળતાં બાર્સિલોનામાં મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે.

You might also like