ભારતના દરેક CMને મળવા માંગે છે ઓબામા

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતના દરેક મુખ્યમંત્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઓબામાએ આવુ ભારત અને અમેરિકાની વચ્ચે વ્યાપારિક સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે કહ્યું છે.

અમેરિકાને આ માટે એક ‘ચીફ મિનિસ્ટર કોન્કલેવ’ આયોજિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કારણ કે ભારતીય રાજ્યો અને અમેરિકાના પ્રાઇવેય સેક્ટર વચ્ચે વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપી શકાય.

આ કોન્કલેવને એટલા માટે આયોજિત કરવામાં આવશે કારણ કે ભારતીય રાજ્યો એવું કહી શકે કે તેમની સાથે વેપાર કરવાનો ફાયદો શું છે, સાથે હાલમાં ભારતમાં સરળતાથી બિઝનેસ કરવા માટે શું ફેરફાર થાય છે.આ સંબંધમાં વ્હાઇટ હાઉસે એક ફેક્ટ શીટ રજૂ કરી છે. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ કોન્કલેવ ક્યારે અને ક્યાં થશે.

આ મુદ્દા પર ભારતે હજુ તેના મંતવ્યો જાહેર કર્યા નથી, જો કે પ્રધાનમંત્રી હંમેશાથી તેના પક્ષમાં રહ્યા છે. ભારતથી ઘણા મુખ્યમંત્રી રોકાણ આકર્ષિત કરવાના ઉદેશથી અમેરિકાની યાત્રા કરતાં રહ્યા છે. પરંતુ હજુ આ પ્રસ્તાવને નવી દિલ્હીથી લીલી ઝંડી મળવાની બાકી છે.

You might also like