બરાક ઓબામા આજે પ્રથમ વાર અમેરિકાની મસ્જિદની મુલાકાતે જશે

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમના કાર્યકાળમાં પ્રથમ વાર આજે અમેરિકાની અેક મસ્જિદની મુલાકાત લેશે અને મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે ચર્ચા કરશે.  ધાર્મિક સ્વતંત્રતા અને સહિષ્ણુતાના મહત્ત્વને ધ્યાનમાં લઈને ઓબામા રાષ્ટ્રીય રાજધાની નજીક આવેલી અેક મસ્જિદની પ્રથમ વાર મુલાકાતે અેવા સમયે જઈ રહ્યા છે જ્યારે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ અસંતોષ વધી રહ્યો છે અને ખાસ કરીને રાષ્ટ્રપતિપદની ઉમેદવારીના રિપબ્લિકન દાવેદારો તરફથી ઈસ્લામ વિરોધી નિવેદન કરવામાં આવી રહ્યાં છે.

આેબામા પ્રથમ વાર દેશની કોઈ મસ્જિદની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ આ અગાઉ વિદેશોમાં મસ્જિદોની મુલાકાત લઈ ચૂક્યા છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જોશ અર્નેસ્ટે પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ માટે આ મુસ્લિમ-અમેરિકનો દ્વારા આપણા દેશ માટે આપવામાં આવેલા યોગદાનનો જશ્ન મનાવવાનો પ્રથમ પ્રસંગ હશે. સાથોસાથ આ બાબત આપણને જીવન જીવવાના ઉપાયોમાં ધાર્મિક સ્વતંત્રતાના મહત્ત્વને દોહરાવવાનો પણ પ્રસંગ બની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે દેશની રાજકીય મંત્રણામાં આ બાબત હંમેશાં ચર્ચામાં રહી છે. મને લાગે છે કે રાષ્ટ્રપતિનો આ પ્રવાસ આ બંને બાબતોની અલગ છાપ ઊભી કરવા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.

You might also like