બરાક ઓબામાએ આપી ફેરવેલ સ્પીચ, સ્પીચ આપતા થયા ભાવુક

વોશિંગટનઃ  આઠ વર્ષ સુધી અમેરિકામાં રાષ્ટ્રપતિ રહેલા બરાક ઓબામાએ છેલ્લી વખત દેશના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાની ફેરવેલ સ્પીચમાં ઓબામાએ જણાવ્યું છે કે મિશેલ અને મને છેલ્લાં થોડા સપ્તાહથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઇ રહી છે. આજે હું તે બધાનો આભાર માનવા માંગુ છું. પ્રતિદીન હું તમારી પાસેથી કાંઇક શીખ્યો છું. તમે મને એક સારા રાષ્ટ્રપતિ સાથે સારો નાગરીક પણ બનાવ્યો.

ઉલ્લેખનીય છે કે ઓબામાનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. ઓબામાએ કહ્યું કે અમેરિકાને એક સારો અને મજબુત દેશ બનાવ્યો છે. છેલ્લાં આઠ વર્ષમાં અહીં કોઇ પણ આતંકી હુમલા થયા નથી. જો કે તેમણે કહ્યું કે બોસ્ટન અને ઓરલેન્ડો આપણને યાદ અપાવે છે કે કટ્ટરતા કેટલી ખતરનાખ હોય છે. આપણી એજન્સીઓ અહીં પહેલેથી જ સક્રિય છે. ISIL ખત્મ થઇ જશે. અમેરિકા માટે જે પણ ખતરો ઉભો કરશે. તે સુરક્ષીત નહીં રહે. ઓસામા બિન લાદેન સહિત હજારો આતંકિયોને અમે માર્યા છે.

ઓબામાએ સ્પીચમાં કહ્યું છે કે મુસ્લિમ અમેરિકિયો વિરૂદ્ધ ભેદભાવનો હું અસ્વીકાર કરૂ છું. મુસ્લમાનો પણ એટલા જ દેશ ભક્ત છે. જેટલા અમે છીએ. ઓબામાએ કહ્યું કે પરિવર્તન પણ ત્યારે જ થાય છે. જ્યારે સામાન્ય વ્યક્તિ પણ જોડાય છે. આગામી દસ દિવસમાં દુનિયા ફરી આપણા લોકતંત્રની તાકાત જોશે. લોકતંત્ર માટે કામ કરવું હંમેશ માટે મુશ્કેલ છે. પોતાની સ્પીચમાં ઓબામાએ પત્ની મિશેલને પણ એક સારી મિત્ર ગણાવી છે. ફેરવેલ સ્પીચ દરમ્યાન ઓબામા ભાવુક થઇ ગયા હતા. જ્યારે પત્ની મિશેલની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

home

You might also like