અમેરિકનો દ્વારા અશ્વેતો સાથે હજી પણ ઓરમાયું વર્તન : ઓબામા

ડલાસ : અમેરિકાનાં ડલાસ શહેરમાં આજે એક પ્રદર્શન દરમિયાન સ્પાઇપર્સે પાંચ પોલીસ કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. છ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ પ્રદર્શન અમેરિકી પોલીસ દ્વારા બે અલગ અલગ ઘટનાઓમાં બે અશ્વેત યુવકોને મારી નાખવામાં આવ્યા બાદ આયોજીત કર્યું હતું. આ ઘટનાંમાં સંદિગ્ધે કેટલાક સ્થળો પર બોમ્બ લગાવ્યો હોવાની પણ વાત કરી હતી. પોલીસે આ ઘટનાને આતંકવાદી ઘટના માનતા જવાબી કાર્યવાહી પણ કરી હતી.

આ મુદ્દે પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. ડલાસનાં ટેક્સાસમાં અશ્વેતોનાં મોતની વિરુદ્ધ મોટા પ્રમાણમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ લોકો લુસિયાનાં અને મેનિસ્ટોની ઘટનાઓનો વિરોધ કરી રહ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા અશ્વેતોની હત્યાને રંગભેદથી પ્રેરિત ગણાવી હતી. તેમણે ગત્ત અઠવાડીયે પોલીસ દ્વારા એક અશ્વેત વ્યક્તિ પર ગોળીબાર કરવાની ઘટના અંગે નિંદા કરી છે. તેમણે તેને રંગભેદનો સૂચક ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓથી તમામ લોકોને તકલીફ થતી હોય છે. આ તમામને તકલીફ દાયક એક ઘટના ગણાવી હતી.

પોલેન્ડનાં વારસામાં નાટો સંમેલનમાં ભાગ લેવા માટે આવેલા ઓબામાંએ એક અધિકારીક નિવેદનમાં જણઆવ્યું કે પોતાની રીતે આવી ઘટનાઓ નથી અને આ અમારી ગુના અંગેની ન્યાય પ્રણાલીમાં હાલનાં વ્યાપક રંગભેદની સુચક છે. ઓબામાનું આ નિવેદન મિનેસોટામાં થયેલી આ ઘટના બાદ આવ્યું હતું જેમાં એક અશ્વેત વ્યક્તિ પર હૂમલો કર્યો હતો. કોઇ વ્યક્તિએ આ ઘટનાંનો વીડિયો બનાવી લીધ હતો. જે ખુબ જ વાઇરલ થયો હતો. ત્યાર બાદ આફ્રીકી અમેરિકન લોકોની સાથે પોલીસનાં વર્તન અંગે નવેસરથી ચર્ચા ચાલુ થઇ ગઇ હતી. જેને બે શ્વેત પોલીસ કર્મચારીઓએ મારી નાખ્યા હતા.

You might also like