બાપુનગરમાં અંગત અદાવતમાં પસ્તી ભરેલી બે ટ્રકમાં આગ લગાડાઈ

અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ગરીબનગર ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે બે પસ્તી ભરેલી ટ્રકોમાં અજાણ્યા શખસોએ આગ ચાંપી દીધી હતી. આગની ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે બપોર બાદ ટ્રક માલિક ફરિયાદ કરવા આવશે.

ફાયરબ્રિગેડનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ ગત મોડી રાત્રે ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા પાસે પસ્તી ભરેલી બે ટ્રકમાં આગ લાગી છે. તેથી તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ટ્રકના માલિક નૈનાજી મંગાજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું.

You might also like