બાપુનગરમાં અાઠ લાખની લૂંટ

અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં ફરી એક વાર લૂંટનો બનાવ બન્યો છે. બાપુનગરથી રખિયાલ તરફ જવાના રોડ ઉપર એક વ્યક્તિ પાસેથી અાઠ લાખ રૂપિયા ભરેલો થેલો લઈ કેટલાક શખસો ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે શહેરમાં લૂંટના બનાવો વધવા પામ્યા છે. દરિયાપુર તથા સરદારનગરમાં થયેલી લૂંટના ભેદ ઉકેલવામાં પોલીસને હજુ તો સફળતા મળી છે ત્યારે અાજે વહેલી સવારે બાપુનગરથી રખિયાલ જવાના રોડ ઉપર અજાણ્યા શખસો અાઠ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસને વધુ એક લપડાક મળી છે. પોલીસે અાસપાસના તેમજ રોડ પર લાગેલા સીસીટીવી ફૂટેજના અાધારે લૂંટારુઅોની શોધખોળ શરૂ કરી છે.

You might also like