બાપુનગરમાં પાઈપ-પથ્થર મારી યુવાનની ઘાતકી હત્યા

અમદાવાદ: અમદાવાદમાં ફરી એક વાર હત્યાનો બનાવ બનવા પામ્યો છે. બાપુનગર અશોક મિલની જૂની ચાલીમાં રહેતા યુવકને જુગારના કેસમાં પકડાયેલા આરોપીના જામીનના પૈસા બાબતે બોલાચાલી બાદ લાફો મારી દેતાં તેની અદાવત રાખી ત્રણથી ચાર શખસોએ ગત રાતે યુવકની લોખંડની પાઈપ અને પથ્થર મારી ઘાતકી હત્યા કરી દીધી હતી. શહેરકોટડા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ બાપુનગરના અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર આવેલી અશોક મિલની જૂની ચાલીમાં જયેન્દ્રસિંહ ચાવડા પોતાના પરિવાર સાથે રહે છે. તેમની ચાલીમાં રહેતા વીરેન્દ્રસિંહ વાઘેલા તેમના મિત્ર હતા. ગઈ કાલે રાતે વીરેન્દ્રસિંહનો નાનો ભાઈ વિશ્વરાજસિંહ અને જયેન્દ્રસિંહ મુક્તિધામ એસ્ટેટમાં આવેલા વીરેન્દ્રસિંહના પાન પાર્લર પર ગયા હતા. અશોક મિલની સામે આવેલી વીરા ભગતની ચાલી ખાતે રહેતા અને વીરેન્દ્રસિંહના મિત્ર કિસ્મતસિંહ અને અન્ય શખસોને શહેરકોટડા પોલીસે પકડ્યા હતા.

વીરેન્દ્રસિંહે તેમના મિત્ર કિસ્મતસિંહને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં રાખ્યા હોઈ મળવા જવા જયેન્દ્રસિંહને વાત કરી હતી. બાદમાં બંને બાઈક લઇને શહેરકોટડા પોલીસ સ્ટેશન ગયા હતા. કિસ્મતસિંહ સાથે પકડાયેલા બીજા આરોપીઓના સગા સાથે બાપુનગરની પિકર્સની ચાલીમાં રહેતા જીવણભાઈ મેઘાભાઈ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં વાતચીત કરતા હોઈ વીરેન્દ્રસિંહ અને જયેન્દ્રસિંહ ત્યાં ગયા હતા. જીવણભાઈએ જામીન માટે રૂપિયા એક હજારની માગણી કરી હતી. એક હજારની માગ કરાતાં વીરેન્દ્રસિંહે જીવણને જણાવ્યું હતું કે જામીન થવા માટે ૩૦૦ રૂપિયા જ થાય છે. અાટલું કહેતા જ જીવણે વીરેન્દ્રસિંહને ગાળ દીધી હતી, સામે વીરેન્દ્રસિંહે લાફો મારી દીધો હતો.

આ ઘટના બાદ જીવણ પોલીસ સ્ટેશનથી જતો રહ્યો હતો. થોડીવાર બાદ વીરેન્દ્રસિંહ અને જયેન્દ્રસિંહ નીકળી ગયા હતા. બંને બાઈક લઇને પિકર્સની ચાલી પાસે પહોંચ્યા ત્યારે ત્યાં ઊભેલા જીવણ અને અન્ય માણસોએ ઊભા રહેવાનું કહેતાં બંને ત્યાં ઊભા રહ્યા હતા. બાદમાં તેઓએ બોલાચાલી કરી જીવણે સંજયને કહ્યું હતું કે અાને મને લાફો માર્યો હતો, જેથી સંજય અને અન્ય માણસો વીરેન્દ્રસિંહ પર તૂટી પડ્યા હતા. તમામ લોખંડની પાઈપ, લાતો અને પથ્થર મારી તેમની ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ શહેરકોટડા પોલીસને કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે જયેન્દ્રસિંહની ફરિયાદના આધારે જીવણ, સંજય અને અન્ય માણસો સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં સામાન્ય બાબતોમાં મારામારી અને હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે મહિનાની વાત કરીઅે તો શહેરમાં ત્રણથી વધુ હત્યાઅો થઈ ચૂકી છે. લોકોમાં હવે પોલીસનો કોઈ પણ ડર ન રહ્યો હોય તેમ જાહેરમાં લાકડીઅો, ડંડાઅો અને તલવારો લઈ પર હુમલો કરીને મોત નિપજાવી
દેવાય છે.

http://sambhaavnews.com/

You might also like