વિશ્વશાંતિ અર્થે 1008 મહાયજ્ઞનું ગઢડા ખાતે ભવ્ય આયોજન

અમદાવાદ : BAPS સંસ્થાના વડા મહંત સ્વામીની હાજરીમાં ગઢડા ખાતે વિશ્વની શાંતિ માટે ૧૦૦૮ મહા યજ્ઞ યોજાયો હતો. આ મહા યજ્ઞમાં સૌરાષ્ટ્રના તમામ સંતો મહંતો હાજર ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસ ચાલનારા આ યજ્ઞમાં અનેક સંતો ઉપસ્થિત રહેશે.

બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર દ્વારા ત્રણ દિવસનો ભવ્ય ઉત્સવ ચાલી રહ્યો છે. જેમા આજે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાણ સંસ્થાના વડા મહંત સ્વામીની વિશેષ હાજરીમાં વિશ્વમાં શાંતિ સ્થપાઈ તેવા ઉમદા વિચારથી ૧૦૦૮ વિશ્વ મહા યજ્ઞ યોજવામાં આવ્યો હતો.

આ મહા યજ્ઞમાં સૌરાષ્ટ્રના તમામ મંદિરોના તેમજ જગ્યાઓના સંતો-મહંતો વિશાળ સંખ્યામાં હાજર રહી યજ્ઞમાં જોડાયા હતા. તેમજ ભકતો પણ મોટી સંખ્યામાં યજ્ઞમાં જોડાયા હતા.

You might also like