આજે મહંત સ્વામીનો જન્મદિવસ, પ્રમુખ સ્વામી સ્મૃતિદિન તરીકે ઉજવણી

અમદાવાદ: બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (બાપ્સ)ના વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનો ૮૪મો જન્મદિવસ આજે પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ દિવસ તરીકે ઊજવવામાં આવ્યો છે. મહંત સ્વામીની આજ્ઞા મુજબ આજનો દિવસ સાદગીપૂર્ણ ઊજવાશે. ઉજવણીમાં વિશેષ મહત્ત્વ બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજને અપાયું હોવાથી તેમની સ્મૃતિમાં વંદના સહિતના અનેક કાર્યક્રમો યોજાયા છે.

બોચાસણ ખાતે ૫૦૦થી વધુ સંતોના સાંનિધ્યમાં ઉજવણી થઈ રહી છે. બોચાસણ બાપ્સ સંસ્થાનું ગાદી સ્થાન છે એટલે મહંત સ્વામીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમો બોચાસણ ખાતે આયોજિત કરાયા છે. આજે સવારે જન્મ દિવસની ઉજવણી સાથે દરેક સંતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ બ્રહ્મલીન પ્રમુખ સ્વામીને વંદના કરી હતી.

મહંત સ્વામીજી બાપ્સ સંપ્રદાયના વડા તરીકેનો પહેલી વાર તેમનો જન્મ દિવસની ગાદી સંસ્થાન ખાતે ઉજવણી કરવાની ઈચ્છા રાખતાં ૫૦૦થી વધુ સંતો આજે બોચાસણ ખાતે સભા-સત્સંગ, સહિતની ઉજવણી માટે હજારો હરિભક્તો સાથે હાજરી આપી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ભક્તો માટે પ્રસાદ બનાવવા અને વિતરણની તૈયારીઓ થઈ રહી છે.  દેશ-વિદેશના તમામ સત્સંગ મંડળો અને મંદિરોમાં સાંજે પ્રાતઃ આરતી મહંત સ્વામીના સ્મૃતિ શ્લોક સાથે સંપન્ન થઈ હતી.

You might also like