રિતેશની ગણેશ ભક્તિ જુઓ આ ગીતમાં

મુંબઇઃ રિતેશ દેશમુખ તેની આગામી ફિલ્મ બેન્જોને લઇને ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે આ ફિલ્મનું ગીત બાપ્પા મોરિયા રે રિલીઝ થઇ ગયું છે. ફૂલ એનર્જી અને હાઇ બીટ મ્યૂઝિક વાળા આ ગીતમાં રિતેશ દેશમુખ 40 ફીટ ઉંચાઇ પર ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરતો જોવા મળશે.

ritesh1

રિતેશ આ ફિલ્મમાં બેન્જો ટીમ સાથે ગણેશ ચતુર્થીના તહેવારે સંપૂર્ણ જુસ્સાથી પરફોર્મન્સ આપી રહ્યો છે. ગીતમાં 40 ફૂટ ઉંચા ઢોલ પર  ઉભો રહીને પરફોર્મ કરતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ રિતેશ દેશમુખને ડાયરેક્ટર રવિ જાધવને આ અંગે જણાવ્યું છે કે તેમણે 40 ફૂટ ઉંચા ઢોલ પર જુસ્સાથી ડાન્સ કરવાનો છે. ત્યારે રિતેશ આ પરફોર્મન્સ માટે રાજી થઇ ગયો હતો. રિતેશ આ ગણપતિ ગીત માટે ખૂબ જ ઉત્સાહિ છે. તે આ ગીતને બનાવવા માટે કાંઇ પણ કરવા તૈયાર છે. રિતેશે આ ગીતને ટવિટર પર શેર કર્યું છે.

 

You might also like