બેંકોમાં ડિજિટલ લેવડ-દેવડ પર માર્ચ 2017 સુધી કોઇ ચાર્જ નહીં

નવી દિલ્હીઃ સરકારે ડિજિટલ રીતે ચૂકવણી કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે સાર્વજનિક ક્ષેત્રની તમામ બેંકોને ડિજિટલ લેવડ દેવડ માટે કોઇ પણ પ્રકારનો ચાર્જ ન વસૂલવા જણાવ્યું છે. જેનાથી સામાન્ય જનતાને ચોક્કસ ફાયદો થશે, સાથે જ રોકડાના ચક્કરથી ઘણેખરે અંશે રાહત થશે. નાણા વિભાગ ઇચ્છે છે કે લોકો રોક્કડની જગ્યાએ કાર્ડ અને ડિજિટલ સાધોનોનો ઉપયોગ વધારે કરે. સરકારની આજ ઇચ્છાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે તત્કાલ ચૂકવણી સેવા (IMPS), એકિકૃત ચૂકવણી ઇન્ટરફેસ (USSD)થી 1,000 રૂપિયા સુધીની લેવડ દેવડને તર્કસંગત બનાવવા સાથે 1 જાન્યુઆરી 2017થી 31 માર્ચ 2017 સુધી ચાર્જમાંથી મુક્તિ આપી છે.

રિઝર્વ બેંકે 1 જાન્યુઆરી 2017થી 31 માર્ચ 2017 સુધી ડેબિટ કાર્ડથી 2,000 રૂપિયા સુધીની લેવડદેવડ મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ને પણ તર્કસંગત બનાવ્યો છે. બુધવારે બહાર પાડેલા એક સરકારી જાહેરાત પ્રમાણે ડિજિટલ અને કાર્ડથી ચૂકવણી કરવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે નાણા વિભાગે બેકિંગ ડિવીઝનમાં સાર્વજનિક ક્ષેત્રોથી તમામ બેંકોને જનતાના હિતમાં IMPS અને UPSમાં ચૂંકણી કરવા પર ચાર્જ ન લેવા અંગે જણાવ્યું છે. સાથે જ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર દ્વારા 1 હજાર રૂપિયાથી વધારેની ચૂંકવણી પર માત્ર સેવા કર જ લેવાનું જણાવ્યું છે.

home

You might also like