.. તો હવે બેંકોના ગ્રાહકોને મફતમાં નહી આ સેવાઓ!

મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવાને લઇ ગ્રાહકોથી ચાર્જ વસૂલ કરનાર બેંક હવે પોતે ટેન્શનમાં છે. જોકે બેંકની નવી ટેન્શન તમારા માટે માથાના દુ:ખાવારૂપ સાબિત થઇ શકે છે. વાસ્તવમાં ટેક્સ ડિપાર્ટમેન્ટએ તાજેતરમાં ઘણી મોટી બેંકોમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ન મેન્ટેન કરવા પર ગ્રાહકોને મફતમાં મળતી સેવાઓ પર ટેક્સ ચૂકવવા માટે કહ્યુ છે. જાણો તેનાથી તમારા ખિસ્સા પર શું અસર પડશે?

ટેક્સ વિભાગ દ્વારા SBI, HDFC, ICICI, એક્સિસ અને કોટક મહિન્દ્રા જેવી દેશની ટોચની બેંકોને તેમના એવા ગ્રાહકો જેમણે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન નથી કર્યું તેમને આપવામાં આવેલ ફ્રી સેવા માટે ટેક્સ ચૂકવવા જણાવ્યું છે. આ ટેક્સ ગત તારીખથી માગવામાં આવ્યો છે જે હજાર કરોડ જેટલો થાય છે. DGGSTએ બેંકોને આ મામલે કારણ દર્શાવો નોટિસ જાહેર કરી છે. બીજી બેંકોને પણ આવી નોટિસ પાઠવવામાં આવી શકે છે.

જે એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ મેન્ટન થઇ રહ્યુ છે, તો તેના પર ટેક્સની માંગ તેજ જ આધાર પર કરવામાં આવશે જેના આધાર પર બેંક મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં કરવાના ગ્રાહકો પાસેથી ચાર્જ લે છે. એટલે કે, મિનિમમ એકાઉન્ટ બેલેન્સ મેન્ટન ન કરનારા ગ્રાહકોથી બેંક જેટલી રકમ દંડના રૂપે વસૂલે છે, તેટલી જ રકમ મિનિમમ બેલેન્સ મેન્ટેન કરતા એકાઉન્ટ પર પણ ટેક્સ રુપે નાખવામાં આવી છે.

બેંકો પાસેથી છેલ્લા 5 વર્ષમાં ટેક્સ માંગ્યો છે, પરંતુ બેંકોને ચિંતા છે તેઓ પાછળની તારીખથી ગ્રાહકો પાસે આ પૈસા માગી શકશે નહીં. અને જો ટેક્સને રાખવામાં આવે છે તો આગળ જઈને તેનું ભારણ ગ્રાહકો જ ઉઠાવે.

એકાઉન્ટમાં એવરેજ મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાના કારણે તમને અનેક સેવાઓ ફ્રીમાં મળે છે. પરંતુ જો બેંકને આ સેવાઓ પર ટેક્સ દેવો પડે તો ATM ટ્રાન્ઝેક્શન, ફ્યૂલ સરચાર્જ રિફંડ, ચેકબુક, ડેબિટ કાર્ડ જેવી ફ્રી સેવાઓ નહીં મળી શકે.

બેંકો દ્વારા ટેક્સ ડિપાર્ટમેન્ટની આ નોટિસના પગલે વિરોધ નોંધાવી નોટિસ પરત લેવા માગણી કરવામાં આવી છે.

You might also like