ચાર દિવસ બંધ રહશે બેંકો, પતાવી લો બધાં કામ એ પહેલાં . . .

અમદાવાદ: ફેબ્રઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચાર દિવસમાંથી ત્રણ દિવસ સુધી બેંકો રહેશે બંધ. તારીખ 25થી 28 ફેબ્રૂઆરી વચ્ચે ત્રણ દિવસ બેંકોમાં કામકાજ નહિ થઈ શકે. 25 ફેબ્રૂઆરીએ મહિનાનો ચોથો શનિવાર હોવાથી રજા રહેશે જ્યારે કે તેના આગલા દિવસે રવિવાર છે તેથી રજા રહેશે. સોમવાર એટલે કે 27 તારીખના બેંક ખુલશે પરંતુ તેના પછીના દિવસે એટલે મંગળવારે બેંકમાં રાષ્ટ્રીય હડતાળના કારણે બેંકો બંધ રહેશે.

નોટબંધી દરમિયાન બેંક કર્મચારીઓએ બેંકને વધારાની સેવા આપી હતી. તેમ છતાં તેઓને એની ચૂકવણી નથી કરવામાં આવી. એટલા માટે તેઓએ બાકી નીકળતા પૈસા કઢાવવા માટે હળતાળ કરવાની જરૂર પડી છે. એ સિવાય પણ તેઓની માંગ છે કે અઠવાડિયામાં 6ની જગ્યાએ 5 દિવસ કામ કરવાની પરવાનગી આપવામાં આવે.

એટલું જ નહિ, બેંક કર્મચારીઓ 28 ફેબ્રૂઆરીના રોજ હળતાળ પાડીને પોતાની બીજા માંગો પણ મનાવવા ચાહે છે. તેઓની માંગ છે કે ગ્રેચ્યુટી નિયમોમાં ફેરફાર કરવામાં આવે. તેમ જ રિટારમેન્ટ દરમિયાન કેશમાં તેઓને તમામ પૈસા મળે એવી પણ માંગ કરવામાં આવી છે. તે સિવાય પણ વિલફૂલ ડિફોલ્ટર દ્વારા લેવામાં આવેલા લોન ન ચૂકવવા પર ક્રિમિનલ એક્શનની માંગ કરવામાં આવી છે અને તેઓની આ સિવાય પણ કેટલીક માંગો છે.

You might also like