આ તારીખથી સતત 4દિવસ બંધ રહેશે બેંકો, કામ પતાવી લેજો

આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં 29 માર્ચથી બધી મોટી બેંકો સતત ચાર દિવસ સુધી બંધ રહેશે. જેથી આ મહિનાના અંતિમ દિવસની રાહ જોયા વગર જરૂરી છે કે તમે તમારા તમામ જરૂરી કામો 29 માર્ચ પહેલા જ પતાવી દો.
બેંકોની આ લાંબી રજા કોઈ સ્ટ્રાઈકના કારણે નહીં બલ્કે તહેવારોની સિઝનના કારણે છે. જો કે આ 4 દિવસની રજાઓમાં પણ તમે ઓનલાઈન બેંકિંગ તો કરી જ શકશો. 29 માર્ચે મહાવીર જયંતી અને 30 માર્ચે ગુડ ફ્રાઈડેના કારણે રજા રહેશે.
બાદમાં 31 માર્ચે છેલ્લો શનિવાર છે. જો કે આ શનિવાર પાંચમો છે, તેથી બેંકમાં કામ થશે પણ કોઈપણ પ્રકારની લેવડ દેવડ થશે નહીં. જેના બાદ 1લી એપ્રિલે રવિવાર હોવાથી રજા રહેશે અને ત્યારબાદ સોમવારથી બેંકો ચાલુ રહેશે.
ATMમાં કેશની કમી થઈ શકે છે
જો કે મોટાભગના લોકો માટે સેલેરી મહિનાના છેલ્લા દિવસે થતી હોય છે, એવામાં બેંકો બંધ થવાથી એટીએમમાં કેશની કમી ઉભી થઈ શકે છે. જેથી તમે આ રજાના દિવસો પહેલા તમારું કામ પતાવી લેજો.

You might also like