200 અને 2000ની નોટો રાખજો સંભાળીને, બેંક નહીં કરી આપે Exchange

જો આપની પાસે પણ 200 અને 2000ની ફાટેલી નોટો ઉપલબ્ધ છે અને એમાંય જો તમે તેને બદલવા માટે એક બેંકમાંથી બીજી બેંકમાં સતત ચક્કર લગાવી રહ્યાં છો તો કદાચ તમે તમારો સમય બરબાદ કરી રહ્યાં છો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનો એક એવો નિયમ છે કે જેનાં કારણે બેંક આવી નોટોને બદલવાથી બચી રહી છે.

શું કહે છે RBIનો નિયમ?
રિઝર્વ બેંક એક્ટનાં નિયમ 28ને અનુસાર કેવલ 5, 10, 50, 100, 500, 1000, 5000 અને દસ હજારની જૂની નોટો અને ફાટેલી નોટોને જ બદલી શકાય છે. આ નિયમમાં 200 અને 2000 રૂપિયાની નોટનો ક્યાંય પણ ઉલ્લેખ પણ નથી કરવામાં આવેલ.

નોટબંધી બાદ રજૂ કરાઇ હતી નવી નોટોઃ
RBIએ પહેલાં જ કહ્યું હતું કે નવી રજૂ કરવામાં આવેલ નોટો પર કોઇ પણ પ્રકારનું લખાણ અથવા તો તે નોટો ફાટેલી હશે તો તેને પરત લેવામાં આવશે નહીં.

નોટબંધી બાદ RBIએ 2000ની નોટો છાપી હતી. ત્યાં જ બીજી બાજુ ઓગષ્ટ 2017માં બેંકે 200 રૂપિયાની નોટોને છાપી હતી.

હાલમાં માર્કેટમાં 2000ની અંદાજે 6.70 લાખ રૂપિયાની નોટો પ્રચલિત છે અને RBIએ આની પ્રિન્ટીંગને પણ હાલમાં રોકી દીધેલ છે. RBIએ 10 અને 50 રૂપિયાની નોટોની ડિઝાઇનમાં પણ ફેરફાર કરી દીધેલ છે.

આનાંથી જો કોઇ પણ ગ્રાહક હવે જો ફાટેલી કે લખાણવાળી નોટો બેંકોમાં બદલવા જશે તો તે નોટો હાલની સ્થિતિએ જોતા તો નહીં જ બદલી શકે.

You might also like